Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રાજપીપળા કરજણ વિશ્રામ ગૃહના કંપાઉન્ડમાંથી તોતિંગ વૃક્ષ માર્ગ ઉપર ધરસાઈ થતા દુર્ઘટના ટળી

વર્ષો જૂનું સડી ગયેલું લીમડાનું વૃક્ષ આજે સવારે અચાનક રાજેન્દ્ર હાઈસ્કૂલ તરફના મુખ્ય માર્ગ ઉપર પડતા મોટી દુર્ઘટના થતી અટકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલ ની બાજુમાં આવેલા કરજણ વિશ્રામ ગૃહ ના કંપાઉન્ડ માંથી આજે સવારે એક લીમડાનું તોતિંગ વૃક્ષ તૂટી જતા મુખ્ય માર્ગ ઉપર પડ્યું હતું જોકે સદનસીબે આસપાસ ની કેબીનો કે કોઈને નુકશાન થયું નથી બાકી આ ભરચક અવર જવર વાળા વિસ્તાર માં મોટી દુર્ઘટના બની હોત પરંતુ હાલ સ્કૂલમાં વિધાર્થીઓ ની અવર જવર બંધ હોય અને બહાર કેબીનો ઉપર પણ ખાસ ગ્રાહકોની ભીડ ન હોવાથી કોઈ નુકશાન કે ઇજા થઇ નથી નહિ તો આ ભરચક વિસ્તારમાં આમ દિવસે આવી ઘટના બનત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેમ સ્થાનિકો એ જણાવ્યું હતું.

 જાણવા મળ્યા મુજબ કરજણ વિશ્રામ ગૃહમાં હજુ આવા અમુક જુના વૃક્ષો છે એ જો સડી ગયા હોય તો તેને કોઈ દુઘટના સર્જાઈ તે પહેલાં તાત્કાલિક કટિંગ કરી દૂર કરવા જરૂરી જણાઈ છે.

(11:10 pm IST)