Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કાબુમાં લેવા ડોર ટુ ડોર કામગીરી ઝડપી બનાવાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ ચાલી રહેલી નોવેલ કોરોના વૈશ્વિક મહામારીના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોરની રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સારવાર મળી રહે તે માટે ગ્રામ્યકક્ષાએ આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકગણ તથા સખી મંડળના બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ સર્વે દરમિયાન શરદી-ખાંસી,તાવ, ઝાડાના  દરદીઓ મળે તો તેવા દરદીઓને સ્થળ પર જ દવાઓ આપવામાં આવી રહી છે તેની સાથોસાથ શંકાસ્પદ દરદીઓ મળી આવે તો તેમને કોવિડ કેર સેન્ટર ખાતે પણ મોકલવામાં આવી રહ્યાં છે

(11:08 pm IST)