Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ગુજરાતમાં વધુ એક જ્ઞાતિનો OBC કેટેગરીમાં થયો સમાવેશ : મારૂ કુંભાર નામની જ્ઞાતિ હવે પછી OBC કેટેગરીમાં ગણાશે

રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય: ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિની પેટા શાખા 'મારૂ કુંભાર' જેમના દસ્તાવેજોમાં દર્શાવેલું હતું

અમદાવાદ : રાજ્ય સરકારે રાજ્યમાં વધુ એક જ્ઞાતિને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કર્યો છે. મારૂ કુંભાર નામની જ્ઞાતિનો સમાવેશ હવે પછી OBC કેટેગરીમાં થયો છે. ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિની પેટા શાખા 'મારૂ કુંભાર' જેમના દસ્તાવેજોમાં દર્શાવેલું હતું. તેમને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણ પત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી. જેને ધ્યાનમાં લઈ સરકારે આ કામગીરીનું નિવારણ લાવવાનો આદેશ કર્યો હતો.

(9:27 pm IST)