Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ગાંધીનગરમાં સે-28માં આવેલ મકાનમાંથી વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે 66 બોટલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો

ગાંધીનગર:શહેરના સે-ર૮માં આવેલા મકાનમાંથી વિદેશી દારૃનો વેપલો થતો હોવાની બાતમી એલસીબીની ટીમને મળતાં દરોડો પાડયો હતો અને આ મકાનમાંથી વિદેશી દારૃની ૬૬ બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે ૩૨૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને દારૃ આપનાર શખ્સ સામે પણ ગુનો નોંધ્યો હતો. મકાનમાંથી આ દારૃનું રેકેટ કેટલા સમયથી ચાલતું હતું તે જાણવા પોલીસે મથામણ શરૃ કરી છે.   

રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ આ પ્રકારની પ્રવૃતિ અટકાવવા અને દારૃનો વેપલો કરતાં શખ્સોને પકડવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.ઘનશ્યામસિંહને બાતમી મળી હતી કે સે-ર૮માં બ્લોક નં.૪૮૮/૨ બનાસકાંઠા સોસાયટીમાં રહેતો શાંતિભાઈ ઉર્ફે સંતોષ દલાભાઈ મકવાણા તેના ઘરેથી વિદેશી દારૃનો વેપલો કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં સંતોષ ઘરે જ મળી આવ્યો હતો અને તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતાં વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની ૬૬ જેટલી બોટલ મળી આવી હતી. પોલીસે મોબાઈલ અને દારૃ મળી કુલ ૩૨૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ દારૃનો જથ્થો અમીત ચોડસિંહ ચૌધરી રહે.ગાંધીનગર મુળ હરીયાણાએ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

(6:11 pm IST)