Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વડોદરાના મિલેટ્રી બોયઝ હોસ્ટેલ વિસ્તારમાં સ્કૂટર ચાલકે મહિલાના ગળામાંથી બે અછોડા તોડી બાઈક સવાર રફુચક્કર

વડોદર: શહેર ના અત્યંત સલામત ગણાતા મિલેટ્રી બોયઝ હોસ્ટેલ વિસ્તારમાં ગઇરાત્રે સ્કુટર ચાલક મહિલાના ગળામાંથી બે અછોડા તોડી બાઈક સવાર ફરાર થઈ ગયા હતા.

છાણીના સરદાર નગર ખાતે પિતૃ છાયા પાર્ટી પ્લોટ માં રહેતા અને મેડિકલ પ્રોડક્ટનું માર્કેટિંગ કરતા મિતલબેન મેકવાન ગઇ રાત્રે સમા સાવલી રોડ પર તેમની ભાણીને મૂકી 8:15 વાગે સ્કૂટર પર પરત આવી રહ્યા હતા ત્યારે મિલેટ્રી બોયઝ હોસ્ટેલ પાસે બે યુવકો બાઇક લઈ પાછળ આવ્યા હતા.

મહિલાએ પોલીસને કહ્યું છે કે,આ પૈકી પાછળ બેઠેલા યુવકે મારા ગળા માંથી સોનાની ડોકિયા વાળી ચેનલ તેમજ બીજી એક ચેન મળી ત્રણ તોલા ની બે ચેન તોડી લીધી હતી. મેં બુમરાણ મચાવતા નજીકમાં ઉભેલા ટ્રાફિક પોલીસના માણસો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં બંને અછોડાતોડ ફરાર થઈ ચૂક્યા હતા. ફતેગંજ પોલીસે બનાવ અંગે સીસીટીવી ફૂટેજ ની તપાસ શરૂ કરી છે.

(6:14 pm IST)