Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈની બે મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી

અમદાવાદ: શહેર ક્રાઇમ બ્રાંચે કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઇની બે મહિલાને વિદેશી દારૃના જથ્થા સાથે પકડી પાડી હતી. પોલીસ તપાસમાં આ દારૃ તેઓ સરદારનગરમાં છારાનગર ખાતે આપવા જતી હતી.

બી.એસ.એન ઓફિસ પાસે ચેક કરતાં મહિલાની ટ્રાવેલ બેગ તથા  થેલામાંથી બિયર અને દારૃની રૃા. ૧૨ હજારીની બોટલો મળીઃ છારાનગરમાં આપવા જતી હતી

  ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમી આધારે કાલુપુર રેલવે સ્ટેશનમાં બીએસએન ઓફિસ પાસે વાહનની રાહ જોઇને ઉભેલી બે મહિલાની અટકાયત કરી હતી અને તેમની પાસેની ટ્રાવેલ્સ બેગ તથા થેલા ચેક કરતાં તેમની પાસેથી રૃા. ૧૨ હજારની કિંમતનો વિદેશી  દારૃ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં મુંબઇ ખાતે રહેતા હર્ષીદાબહેન યોગેશભાઇ ઇન્દ્રેકર (ઉ.વ૨૩) તથા નેહાબહેન કુનાલભાઇ તમેંચે હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચે મહિલાઓ સામે ગુનો નોધી તપાસ કરતાં તેઓ આ દારૃ સરદાનગરમાં છારાનગર ખાતે આપવા જતી હોવાનું બહાર આવ્યું હતું.

(6:08 pm IST)