Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વિરમગામ તાલુકાના ઘોડા ગામે બોલાચાલી થયા બાદ અપશબ્દો બોલવાની ના ક્હેતા લાકડીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વિરમગામ: તાલુકાના ઘોડા ગામે જમીન બાબતે બોલાચાલી થયા બાદ ગાળો બોલવાની ના પાડતા લાકડી મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી બાબતે ત્રણ શખ્સો સામે વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહેલ છે.

આ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઘોડા ગામે રહેતા ફરીયાદી ગીતાબેન બાબુભાઇ ચાવડાએ જણાવ્યા મુજબ પતિ જમીનમાં માટી પુરાણ કરાવતા હતા તે દરમ્યાન ગામના અમીતભાઇ હાથમાં લાકડી લઇને ગાળો બોલી રહ્યા હતા. 

ગાળો બોલવાની ના પાડતા આરોપી અમિત ચાવડા, જીવાભાઇ ચાવડા અને ચંપાબેન ચાવડા સામે લાકડી વડે હુમલો કરી ગડદાપાટુનો માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.

આ બનાવમાં ફરિયાદીના પતિ ઈજાગ્રસ્ત થતા વિરમગામ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વધુ તપાસ ગ્રામ્ય પોલીસ ચલાવી રહેલ છે.

(6:08 pm IST)