Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાઈક હટાવવાનું કહેતા પિતા-પુત્રએ યુવક પર છરીથી હુમલો કરતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં જીવલેણ હુમલાના બનાવો વધી રહ્યા છે. વટવામાં રોડ પરથી બાઇક હટાવવાનું કહેતા પિતા-પુત્રએ યુવક પર છરીથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોધી ફરાર પિતા-પુત્રની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે ખાનપુર ગન હાઉસ પાસે સૈયદવાડામાં રહેતા અને ઓટો મોબાઇલ રિપેરીંગનો વ્યવસાય કરતા આદિલખાન ઇમદાદખાન પઠાણ (ઉ.વ.૨૫)એ વટવા પોલીસ સ્ટેશનમાં ચાર માળીયા મકાન પાસે વસંતનગર ગજેન્દ્રનગરમાં રહેતા સોનું મહેમુદ અને તેના પિતા મહેમુદ ઉર્ફે લાલો સામે ફરિયાદ નોંધાવી છે કે તે ગઇકાલે સાંજે વટવા ગજેન્દ્રનગર ખાતે રહેતા ંમામાના ઘરે ગયા હતા.

રાતે ૮.૩૦ વાગે ઘરે પરત આવતા હતા આ સમયે અમુલ પાર્લર પાસે ઉભો હતો અને આ વખતે રસ્તામાં કોઇકનું બાઇક પડેલું હતું, જેથી ડાઇડમાં લેવાનું કહ્યું હતું. આ સમયે સોનું એ ત્યાં આવીને ફરિયાદીને કેંમ બાઇક હટાવવાનું કહે છે તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇને તકરાર કરીને માર મારવા લાગ્યો હતો આ સમયે તના પિતા પણ આવી પહોચ્યા હતા અને તેઓએ છરીથી હુમલો કર્યા બાદ પિતા-પુત્રએ ફરીથી ઢોર માર માર્યો હતો જો કે બુમાબુમ થતાં લોકો આવી પહોચ્યા હતા, જ્યારે પિતા-પુત્ર ફરાર થઇ ગયા હતા. ગંભીર યુવકે પિતા-પુત્ર સામે ગુનો નોધવતાં પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(6:07 pm IST)