Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વિરમગામ ખાતે ભાજપ દ્વારા મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.દિપીકા સરડવાના જન્મ દિવસની ઉજવણી કરાઇ

વૃક્ષારોપણ, નર્સિંગ સ્ટાફ સન્માન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.દિપીકા સચિન સરડવાના જન્મ દિવસની વિરમગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ નગરપાલીકા ખાતે જન્મ દિવસ નિમિત્તે ડો.દિપીકા સરડવા તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

 આ કાર્યક્રમમાં ડો.તેજશ્રીબેન પટેલ, કિર્તિ આચાર્ય, નવદિપ ડોડીયા, હિતેશ મુનસરા, મિલન ઠક્કર, દિપા ઠક્કર, ડો.નયના સારડા, કામિની મુનસરા,  પ્રિયંકા પટેલ, અર્ચના ઠાકર, પ્રતિ ઠક્કર, ગીતા વાણંદ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગાંધી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.દિપીકા સચિન સરડવાની ઉપસ્થિતીમાં ગાંધી હોસ્પિટલ ખાતે નર્સ બહેનોનું ફુલહાર પહેરાવી સાલથી સન્માન કરવામાં આવ્યુ હતુ અને કોરોના મહામારીમાં કામ કરવા બદલ ઉત્સાહ વધાર્યો હતો. મણીપુરા ખાતે પણ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને સન્માનિત કરવામાં આવ્યો હતો અને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર મણીપુરા ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. કોકતા માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ડો.દિપીકા સરડવાનાને મહિલા મોરચાના કાર્યકર્તાઓ ઉપરાંત શોસિયલ મિડીયા દ્વારા પણ અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. માંડલ ખાતે પણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ચા બિસ્કીટનું વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

(5:25 pm IST)