Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સુરતમાં નોકરીની લાલચમાં ગરીબ યુવતિઓ પાસે દેહ વ્યાપારનો પર્દાફાશઃ બાંગ્લાદેશી યુવતિઓ અને દલાલ ઝડપાયો

સુરત: શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવતા દલાલને ઝડપી લીધો હતો. દલાલ વિરુદ્ધ રાજસ્થાનના કોટા શહેરમાં માનવ તસ્કરી અંગે ગુનો દાખલ થયો હતો. જો કે આ વ્યક્તિએ સુરત પોલીસનાં હાથે ઝડપાતા ગરીબ યુવતીઓ પાસે કરાવાતા દેહવ્યાપારનું મોટુ નેટવર્ક ખુલ્લું પાડ્યું હતું.

ફિલ્મોની કહાણી જેવા આ નેટવર્કની માહિતી સામે આવી કે સુરત એસઓજીએ ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી કરીમુલ્લા ઉર્ફે રાજાની ધરપકડ સુરતની લીંબાયતા પાસે આવેલી મદીના મસ્જીદ પાસેથી ઝડપી લીધો છે. આ આરોપીની પુછપરછમાં પોલીસનો આંખ ઉઘાડનારા સેક્સ રેકેટની ચોંકાવનારી વિગત સામે આવી છે.

આરોપીનાં અનુસાર બાંગ્લાદેશથી દલાલ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગનાં પરિવારની સગીરવયની દીકરીઓને પરિવારે પૈસાની લાલચ આપીને તસ્કરી કરી ભારતમાં લાવવામાં આવતી હતી. ત્યાર બાદ આ યુવતીઓને યેનકેન પ્રકારે તૈયાર કરી તેમની પાસે દેહ વ્યાપાર કરાવતા હતા.

આરોપીઓ દલાલોનો સંપર્ક કરીને તસ્કરી કરીને લાવેલી છોકરીઓને અલગ અલગ શહેરમાં દેહ વ્યાપાર માટે મોકલતા હતા. દરમિયાન ભોગ બનનારી છોકરી ચાર વર્ષ પહેલા લવાઇ હતી. તેની પાસે મુંબઇમાં થોડા દિવસો દેહ વ્યાપાર કરાવ્યા બાદ સુલ્તાન કાયઝર મુસ્લીમ પાસે મોકલી આપી હતી.

(4:34 pm IST)