Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

GMERS કોલેજના તબીબો હડતાલ પાછી ખેîચી લે, રાજ્ય સરકાર માંગણીઓ મુદ્દે નિર્ણય લેશેઃ વિજયભાઇ રૂપાણી

અમદાવાદ: ગુજરાતમાં આવેલી 8 GMERS કોલેજના તબીબો આજે હડતાળ પર ઉતર્યા હતા. ગુજરાતના 700 જેટલા તબીબો બપોરે 12 વાગ્યાથી હડતાળ પર ઉતર્યા છે. સિવિલ કેમ્પસમાં આવેલા 1200 બેડ કોવિડ હોસ્પિટલ પાસે યુનાઇટેડ નર્સિસ ફોરમના સભ્યો એકઠા થયા હતા. છેલ્લા 1 વર્ષથી કોવિડ ડ્યુટી કરતા યુનાઇટેડ નર્સિસ ફોરમ સાથે સંકળાયેલા કર્મીઓમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. સરકારના ઉદાસીન અને ઉપેક્ષિ વલણ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ત્યારે મુખ્યમમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં નર્સ સહિતના સ્ટાફની લડાઈમાં સુંદર ભૂમિકા છે એટલા જ માટે આ લડાઈ આપણે લડી શકીએ છીએ. નાના-મોટા પ્રશ્નો અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં ઊભા થયા હોય ત્યારે રાજ્ય સરકાર હંમેશા હકારાત્મક રહી છે.

અત્યારે મેડિકલ કોલેજના પ્રાધ્યાપક હડતાલ ઉપર છે આથી ચાર દિવસ પહેલા જ એની સાથે વાત કરી હતી. પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપી છે આરોગ્ય સચિવ નાણાં સચિવ અને સામાન્ય વહીવટ વિભાગના સચિવ સાથે એક એક પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ હડતાળ પાછી ખેંચવા માટે અપીલ કરી હતી.

પ્રજાને આવા સમયે બાનમાં રાખી શકાય એટલા માટે મુખ્યમંત્રીએ વિનંતી કરી હતી. ટૂંક સમયમાં રાજ્ય સરકાર નિર્ણય કરશે. આરોગ્ય વિભાગનો વિરોધ નથી, આ સ્વાભાવિક છે તેમની લાગણીઓ છે પ્રદૂષિત કરી રહ્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આ કપરાકાળમાં પણ તેમની કામગીરી ખૂબ સારી રહી છે. ત્યારે હડતાલને બદલે ટેબલટોક ઉપર વાત થાય તો પ્રશ્ન પૂરા થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા પોતાની પડતર માંગણીના સંદર્ભે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા મારી સાથે અગ્ર સચિવ જયંતિ રવિ અગ્ર સચિવ સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના સચિવ એક બનાવમાં એક કમિટી બનાવવામાં આવી હતી.

આ કમિટીએ તેમના પ્રશ્નોને પ્રશ્નો સાંભળ્યા છે અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાકેફ કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક પડતાં વ્યાજબી પ્રશ્નો પ્રવર્તમાન સંજોગોમાં આ તબીબો ઉત્તમ પ્રકારની કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરી રહ્યા છે અને પુરી સંવેદના સાથે તેમના પ્રશ્નોમાં સંબંધિત વિભાગો એ હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. તે પૈકીના જુદા જુદા પ્રશ્ન સંબંધિત નિર્ણય લેવા માટે આ કમિટીએ પોતાનો રિપોર્ટ સરકારમાં આપ્યો છે.

(4:32 pm IST)
  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST

  • મંગળવારે બપોરે પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં તોફાન અને ભારે વરસાદને કારણે આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી. હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વીજળી પડવાથી અને કલાકે 50 કિલોમીટરની ઝડપે થયેલ ધૂળના તોફાનને કારણે કોલકાતા, ઉત્તર 24 પરગણા, નાદિયા, મુર્શીદાબાદ, બાંકુરા, પૂર્વી બર્ધમાન, પશ્ચિમ મેદનીપુર, બીરભૂમ અને પુરૂલિયા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. access_time 11:57 pm IST

  • ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ ચાલતી હતી, ૯ નબીરા સહિત ૪ કોલગર્લ ઝડપાઇ : કોરોના કાળમાં આણંદમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં મોડીરાતે દારૂની મહેફીલ માણતા ૯ નબીરા ઝડપાયા હોવાનું ટીવી અહેવાલો જણાવે છે. આ દરોડામાં ૪ કોલગર્લ પણ ઝડપાઇ હતી. access_time 3:00 pm IST