Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

આ વર્ષનું પહેલુ વાવાઝોડુ ૨૦મીએ ગુજરાતના કચ્છમાંથી પસાર થશેઃ ૩૫ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશેઃ કેટલાક ભાગોને પ્રભાવિત કરશે

અમદાવાદ: આ સપ્તાહમાં 2021ના વર્ષનું પહેલુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જોકે, આ વાવાઝોડું ગુજરાતમાં જ ત્રાટકવાનું છે. 14 મેના રોજ સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. તે પૂર્વ મધ્ય અરબ સાગરાં 16 મેના રોજ એક ચક્રવાતી તોફાનના રૂપમાં તેજ બની શકે છે અને તે ઉત્તર પશ્ચિમની તરફથી વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, 16 મેના રોજ આવનાર ચક્રવર્તી તોફાનને કારણે 14 થી 16 મેની વચ્ચે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડું આ વર્ષનું પહેલું ચક્રવાત હશે. જ્યારે આ વાવાઝોડું તોફાનમાં તબલીદ થઈ જશે, જેની તાકાત વધ્યા બાદ તે વાવાઝોડું તૌકતે બની જશે. આ વખતે મ્યાનમાર દેશે તેને આ નામ આપ્યું છે. શક્યતા છે કે, આ વર્ષનું પહેલુ વાવાઝોડું 20 મેના રોજ ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી પસાર થઈ શકે છે.

ભારતીય મોસમ વિભાગના અનુસાર, આ વખતના વાવાઝોડાના અલગ અલગ મોડલ છે. કેટલાક મોડલ બતાવે છે કે, આ વાવાઝોડું ઓમાનના કિનારા પરથી પસાર થઈ શકે છે, તો કેટલાક મોડલ દક્ષિણ પાકિસ્તાન તરફ ઈશારા કરે છે. જેનો મતલબ એ હશે કે, આ વાવાઝોડું ગુજરાતના કેટલાક ભાગોને પ્રભાવિત કરશે.

ગુજરાતમાં 19-20 મેના રોજ 'તૌકતે' વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 19 મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર વાવાઝોડું ફૂંકાવાની હાલના તબક્કે સંભાવના છે. સાથે જ વાવાઝોડાંના કારણે ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

(4:31 pm IST)
  • કોરોનાથી રાજકોટ શહેરમાં આજે પણ થોડી રાહત અને ગ્રામ્ય વિસ્તારમાં આતંક આજે પણ યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 286 અને ગ્રામ્યના 335 કેસ સાથે કુલ 621 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:38 pm IST

  • બુધવારે દિલ્હી સહિત દેશના કોઈ ભાગમાં ઇદનો ચાંદ જોવા મળ્યો નથી, તેથી ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર શુક્રવારે ઉજવવામાં આવશે અને 30 મુ અંતિમ રોજુ, ગુરુવારે થશે. ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મૌલાના મુફ્તી મુકર્રમે કહ્યું હતું કે ઈદનો ચાંદ દિલ્હી સહિત દેશના કોઈ પણ ભાગમાં જોવા મળ્યો નથી, તેથી ઇદનો તહેવાર 14 મે, શુક્રવારે ઉજવાશે. access_time 9:54 pm IST

  • પોરબંદરમાં આજે 21 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો જેમાં 4 કોરોનાનો પોઝીટીવ હોવાનું જાણવા મળે છે access_time 9:43 pm IST