Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૌજન્ય મુલાકાત લેતા આર્મીના લેફ્ટનન્ટ જનરલ પરમજિત સિંહ મિન્હાસ

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આજે ગાંધીનગર ખાતે જોધપુર- 12 કૉર્પના જનરલ ઓફિસર કમાન્ડિંગ-લેફ્ટનન્ટ જનરલ પરમજિત સિંહ મિન્હાસે સૌજન્ય મુલાકાત લીધી હતી.

 આ મુલાકાત વેળાએ 11 ઈન્ફ્રેટી  ડિવિઝન, અમદાવાદના જનરલ ઓફિસર કમાન્ડિંગ સેના પદક  મેજર જનરલ વિજય કુમાર શર્મા અને 12 કૉર્પના  બ્રિગેડિયર પ્રીતપાલ સિંહ પણ  ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)
  • કોરોના વાયરસના B.1.617 વેરિયન્ટને "ભારતીય સંસ્કરણ" કહેવાતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) તેના દસ્તાવેજોમાં આ શબ્દ માટે ભારતીય શબ્દનો ઉપયોગ કર્યો નથી. મંત્રાલયે બી.1.617 વાયરસ વેરિયન્ટ માટે ભારતીય સંસ્કરણનો ઉપયોગ કરીને નિરાધાર અને પાયાવિહોણા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેને માટે WHO એ તાજેતરમાં આ વેરિયન્ટને વૈશ્વિક ચિંતા કહી છે. access_time 9:53 pm IST

  • હરિયાણા પોલીસે મંગળવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક મહિલા પર બળાત્કાર કેસમાં છ આરોપીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં રચાયેલી એસઆઈટીએ ખેડૂત નેતા અને સ્વરાજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અને એક આરોપી મહિલાની પણ મંગળવારે સાંજ સુધી પૂછપરછ કરી હતી. આ કિસ્સામાં, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ આ જાતીય હુમલા અંગે અજાણ હતા. access_time 12:00 am IST

  • મહારાષ્ટ્ર - દિલ્હીમાં રસીની અછતઃ સેન્ટરોને લાગ્યા તાળા : મહારાષ્ટ્રબાદ હવે દિલ્હીએ પણ ભારત બાયોટેકની બનાવેલી 'કોવેકસીન'ની અછતનો દાવો કર્યો છે દિલ્હીના ઉપપ્રમુખ મંત્રી મનીષ સીસોદીયાએ કહયું કે પાટનગરમાં કોવેકસીનનો સ્ટોક પૂર્ણ થઇ ગયો છે. તેથી સેન્ટરને બંધ કરવા પડયા છે. તેઓએ કહયું કે ભારત બાયોટેકે જવાબ આપ્યો છે કે કેન્દ્રના આદેશોથી વિરૂધ્ધ જઇને વેકસીન ઉપલબ્ધ કરાવી શકાય નહી જો કે ભારત બાયોટેકે તે રાજયોની યાદી જાહેર કરી હતી. જેને તેઓએ કેન્દ્રના હસ્તક્ષેપ વગર સીધા વેકસીન સપ્લાય કરી રહ્યું છે. તેમાં દિલ્હીનું નામ પણ સામેલ છે. access_time 3:45 pm IST