Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

શ્રમિકોની વતન વાપસીને રોકવા માટે આંશિકરૂપથી ખોલવામાં આવે કપડા બજાર

કપડા ઉદ્યોગને બચાવવા માટે વેપારીઓને તૈયાર માલ મોકલવો જરૂરી

રાજકોટઃ હવે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાઈ છે, કપડા બજાર લાંબા સમયથી બંધ હોવાથી હવે શ્રમિકો અને કર્મચારીઓનું વતન વાપસી શરૂ થઈ ગયુ છે, પલાયન રોકવા માટે હવે અમદાવાદના કપડા બજારોને અંશિક રૂપથી ખોલવું ખુબ જ જરૂરી છે, તેના માટે મંજુરીની માંગ મસ્કતી કપડા માર્કેટ મહાજન એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે, મસ્કતી કાપડ માર્કેટ મહાજનના અધ્યક્ષ ગોરાંગ ભગત અને સચિવ નરેશ કુમાર શર્મા એ કહ્યું કે, હાલના સમયમાં કોવીડ-૧૯ ગુજરત સરકારના ગૃહવિભાગના આદેશાનુસાર ૧૮મે સુધી લોકડાઉનને કરને મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને શહેરના કપડા બજાર સંપૂર્ણ બંધ છે.

હવે અમદાવાદ શહેરમાં કોવીડ-૧૯ની પરિસ્થતિ નિયંત્રણમાં છે, કોરોનાના નવા કેસમાં પણ દિવસેને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ કપડા માર્કેટ બંધ થવાથી કર્મચારિયો અને શ્રમજીવીઓ વતન વાપસી કરી રહ્યા છે, કપડા ઉદ્યોગને બચાવવા માટે વેપારીઓને તૈયાર માલ મોકલવો જરૂરી છે.

સવારે ૧૧થી બપોરે ૩ વાગ્યા સુધી મળે મંજુરી

કોવીડ-૧૯ ના દિશા- નિર્દેશનું પાલન કરી અમદાવાદ શહેરમાં બધા કપડા બજારોને ૧૧ થી ૩ બપોરના વાગ્યા સુધી અન્શિક રૂપથી ખોલવાની મંજુરી આપવામાં આવે જેથી વેપારી સીઝનલ તૈયાર માલ મોકલી શકે.

(3:12 pm IST)