Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ભારે કરી : પરિણીત પ્રેમીનો પતિ ટાણે જ આવી પહોંચતા પ્રેમીએ ત્રીજા માળેથી કૂદકો માર્યો અને મોતને ભેટ્યો

સુરત : જહાંગીરપુરામાં રહેતો ૩૦ વર્ષીય રવિકુમાર ચૌધરી સોમવારે બપોરે અડાજણ ખાતે  એસ.એમ.સી આવાસમાં ત્રીજા માળે ગેલેરીમાંથી નીચે કુદી પડયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ.પોલીસ સુત્રોએ કહ્યુ કે રવિકુમારની બે વર્ષ પહેલા ઘર પાસે રહેતી પરિણિતા સાથે આંખ મળી ગઇ હતી. પરિણિતા, તેના પતિ અને એક સંતાન સાથે હાલમાં અડાજણ ખાતે રહે છે. ગઇ કાલે બપોરે રવિકુમાર અડાજણમાં રહેતી પ્રેમિકાને મળવા ગયો હતો. બરાબર એ જ  સમયે પ્રેમિકાનો પતિ આવી ગયો હતો. જેથી તે ગભરાઇ ગયો હતો. પ્રેમિકાના ઘરમાં સંતાવવા  માટે બીજો કોઇ રૂમ ન હતો. જેથી તે ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે કુદી ગયો હતો. જેમાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયુ હતુ.  રવિકુમાર ફર્નીચરની દુકાનમાં નોકરી કરતો હતો.

(3:11 pm IST)