Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કોરોના મહામારી દરમ્યાન ડો. સુભાષ બંસલ દ્વારા ફ્રી ટેલિકન્સલટેશન સેવા

મો. ૯૯૦૯૦ ૧૩૬૦૬ ઉપર સવારે ૧૦-૩૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી દર્દીની વિગતો વોટસએપ કરી શકાય છે

રાજકોટ તા.૧ર : ગુજરાત સહિત સમગ્ર ભારતમાંં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. લાખો લોકો સમગ્ર દેશમાં સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે ઘણા લોકોને કોરોના સંદર્ભે નિષ્ણાંત ડોકટર દ્વારા યોગ્ય સલાહ અને સારવાર મેળવવામાં તકલીફ થતી હોવાનું જાણવા મળે છે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ મોટાભાગે ડોકટર્સની સલાહ મુજબ ઘરે 'હોમઆઇસોલેશન'દરમ્યાન યોગ્ય દવાઓથી સાજા થઇ જતા હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે ઘણા ડોકટર્સ કોરોનાગ્રસ્ત લોકોને મોબાઇલ ફોનના માધ્યમથી ફ્રી ઓફ ચાર્જ  ટેલિકન્સલટેશન સેવા આપી રહ્યા છે, જે દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. અમદાવાદ ખાતે તબીબી પ્રેકટીશન કરતા ડો. સુભાષ બંસલ (એમ.ડી.એનેસ્થેટીસ્ટ એન્ડ ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ) દ્વારા કોરોના દરમ્યાન આવીજ સમાજોપયોગ સેવા કરવામાં આવી રહી છે.

ડો. સુભાષ બંસલે પોતાની વોટસએપ પોસ્ટમાં જણાવ્યું છે. કે કોરોના વિશેના યોગ્ય જ્ઞાનનો અભાવ, હોસ્પિટલમાં બેડ ન મળવાને કારણે સ્ટેસ આપવો મોંેડીકલ ટ્રીટમેન્ટ વિગેરેને કારણે ઘણ સમસ્યાઓ સર્જાઇ રહી છે આવી પરિસ્થિતિ વચ્ચે પોતે સમાજસેવાના ભાગરૂપે પેશન્ટસને વિનામુલ્યે સલાહ અને સારવાર આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ડો. સુભાષ બંસલે ૧૦૦ જેટલા દર્દીઓની સારવાર કરી હોવાનું જાણવા મળે છે.

ઘર બેઠા ફ્રી ટેલિકન્સલટેશન માટે સવારે ૧૦-૩૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી મો.૯૯૦૯૦ ૧૩૬૦૬ ઉપર વોટસએપ અથવા તો કોલ કરી શકાય છે તેવું ડો. સુભાષ બંસલની વોટસએપ પોસ્ટમાં જણાવાયું છે.

વોટસએપ મારફત સારવાર મેળવવા માટે દર્દીનું નામ, હાલના દર્દના નામ, હાલના દર્દીના લક્ષણો, ભૂતકાળમાં કોઇ મેડીકલ સમસ્યા થઇ હોય તો તેની વિગતો તથા કોઇ ડ્રગ (દવા)ની એલર્જી રહેતી હોય તો તેની વિગતો વોટસએપમાં લખવી તેવું પણ જણાવાયું છે (કોઇપણ દવાનું રીએકશન આવવું તે દર્દીની તાસીર ઉપર આધાર રાખે છે.) અમદાવાદ સિવાયના લોકો પણ સંપર્ક કરી શકે છે. તેવું જાણવા મળે છે.

(11:40 am IST)