Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કોમી એકતાના અનેરા દર્શન:ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે યોગીજી મહારાજ હોસ્પિટલને 50 લાખની ગ્રાન્ટ ફાળવી

ગ્રાન્ટમાંથી વેન્ટીલેટર મશીન, બાયપેપ મશીન, મલ્ટીર પારા મોનીટર અને ડાયાલીસીસ મશીનની ખરીદી કરાશે

અમદાવાદ :હેરના દરિયાપુર મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા શાહીબાગ સ્થિત બોચાસણવાસી અક્ષસપુરસોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન ( બી.એ.પી.એસ. ) સંચાલિત યોગીજી મહારાજ હોસ્પિટલમાં ફાળવીને કોમી એકતાના દર્શન કરાવ્યા છે. આ ગ્રાન્ટમાંથી વેન્ટીલેટર મશીન, બાયપેપ મશીન, મલ્ટીર પારા મોનીટર અને ડાયાલીસીસ મશીનની ખરીદી કરાશે. ધારાસભ્યોને 1,25 કરોડની ગ્રાન્ટ મળે છે. તેમાંથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે 50 લાખ રૂપિયા તેમાં ફાળવ્યા છે. આ ઉપરાંત લોંખડવાલા હોસ્પિટલને પણ તેમણે 50 લાખ ફાળવવાની તૈયારી બતાવી છે. જો કે હજુ સુધી તેમના તરફથી સંમંતિ મળી ન હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે, બીએપીએસ સંસ્થાનના બ્રહ્મલીન પ્રમુખસ્વાામી મહારાજ તથા મહંતસ્વા મીના આશીર્વાદ મને હંમેશા મળતા રહ્‌યા છે. સંસ્થાસના સેવાયજ્ઞમાં જોડાવાની બીએપીએસ સંસ્થાવ દ્વારા મને જે તક આપવામાં આવી છે, તે બદલ હું બીએપીએસ સંસ્થામનો આભારી છું.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, શાહીબાગ વિસ્તા્રમાં આવેલી બીએપીએસ સંસ્થાર સંચાલિત યોગીજી મહારાજ હોસ્પિણટલમાં ઘણા લાંબા સમયથી કોરોના સંક્રમિત દર્દીઓની પ્રશંસનીય સેવા થઈ રહી છે. યોગીજી મહારાજ હોસ્પિયટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સેવા પૂરી પડાઈ રહી છે ત્યા‍રે સંસ્થાોના સેવાયજ્ઞને લક્ષમાં લઈ જરૂરિયાતમંદ દર્દીઓની વધુ સારી સેવા થાય અને આ સેવાયજ્ઞમાં હું પણ મદદરૂપ થઈ શકું તે માટે ધારાસભ્યક તરીકેની મારી ગ્રાન્ટયમાંથી સંસ્થાંને રૂ. 50 લાખની ગ્રાન્ટ્ ફાળવવા મેં ગઈકાલે ઈચ્છા્ દર્શાવેલ હતી. મારી ઈચ્છાનને માન આપીને બી.એ.પી.એસ.ના કોઠારી સ્વામીજીએ સંમંતિ દર્શાવતાં મે તેમને ગ્રાન્ટ ફાળવી છે.

 

કોંગ્રેસના બાપુનગર મતવિસ્તારના ધારાસભ્ય હિંમતસીંહ પટેલે પોતાની ધારાસભ્ય‍ ગ્રાન્ટસમાંથી શારદાબેન જનરલ હોસ્પિ ટલ ખાતે રૂ. 50 લાખ તથા રખિયાલ અર્બન હેલ્થત સેન્ટ્ર ખાતે રૂ. 10 લાખ એમ કુલ રૂ. 60 લાખની ફાળવણી કરી છે. જેમાં શારદાબેન ચીમનલાલ લાલભાઈ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિાજન કોન્સબન્ટ્રેલટર, સિરીન્જલ ઈન્ફ યુઝન પમ્પઓ, મલ્ટી પેરા મોનીટર, આર્ટીરીયલ બ્લેડ ગેસ એનલાઈઝર, કાર્ટ્રીજની ખરીદી માટે તથા રખિયાલ અર્બન હેલ્થય સેન્ટાર ખાતે સીઆર સિસ્ટઝમ ફોર ડીઝીટલ એક્સી-રે-સીંગલ પ્લેનટ, મલ્ટીરપેરા મોનીટર, ડેફીબ્રીલેટર્સ, જમ્બોસ સાઈઝ ઓક્સિઝજન સિલિન્ડલરની ખરીદી માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે હિંમતસીંહ પટેલે જણાવ્યું હતું કે, સાધન-સામગ્રીથી દર્દીઓને પૂરતી આરોગ્યવિષયક સુવિધાઓ મળી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાએ સમગ્ર ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો હતો. દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર સંખ્યામાં વધારો નોંધાતો જતો હતો. ત્યારે હોસ્પિટલની સંખ્યાથી માંડીને મેડિકલ સાધનો ટાંચા હોવાના કારણે રિતસરની અધાધૂંધી ફેલાઇ હતી પરિણામ સ્વરુપે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવાના બેડથી માંડીને વેન્ટીલેટર, ઓક્સીજન તેમ જ રેમડેસીવીર ઇન્જેકશન માટે રઝળપાટ કરવી પડી હોવાની સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ આ સ્થિતિને ધ્યાનમાં લઇને સરકારે મેડિકલ સાધનો માટેની ગ્રાન્ટ ફાળવવાની પ્રક્રિયા સરળ બનાવી હતી. પરિણામ સ્વરૂપે કોંગ્રેસના કોર્પોરેટરથી માંડીને ધારાસભ્યોએ ગ્રાન્ટ ફાળવવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ધારાસભ્યોને મળતી 1.25 કરોડની ગ્રાન્ટ ફાળવવાની છૂટ આપવા માટે હાઇકોર્ટમાં રીટ અરજી કરી હતી. દરમિયાનમાં મુખ્યમંત્રીએ દરેક ધારાસભ્યોને 50 લાખની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાનો નિર્ણય લીધો હતો. તેની સાથે ધારાસભ્યો ઇચ્છશે તો પુરેપુરી ગ્રાન્ટ પણ ફાળવી શકશે તેવો પણ નિર્ણય કરાયો હતો. આ નિર્ણયને અનુલક્ષીને ગઇકાલે 10મી મેના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ તેમની પુરેપુરી ગ્રાન્ટ 1.25 કરોડ રૂપિયા રાજકોટની હોસ્પિટલને ફાળવી દીધી છે.

(9:18 pm IST)