Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉનનો ભંગ કરી મહેસાણાથી કારમાં આવતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

અમદાવાદ:કોરોના વાઈરસને પગલે લોકડાઉન જાહેર કરાયું હોવાથી વસ્ત્રાપુર પોલીસ એસ.જી.હાઈવે ટાઇટેનિયમ સ્ક્વેરની બાજુમાં ફરજ બજાવી રહી હતી. દરમિયાન પોલીસે અહીંથી પસાર થઈ રહેલી ઈનોવા ગાડી અટકાવી તપાસ કરતા તેમાંથી ત્રણ શખ્સો મળી આવ્યા હતા.

જેમાં મીત વિજય શાહ, હરજી ગોવાભાઇ શિયાણી, ઇમરાન ખાન વાય પઠાણ મળી આવ્યા હતા. ત્રણેય મહેસાણાના રહેવાસી હોવાનું તથા મહેસાણાની એક રબર પ્રોડક્ટ્સ કંપનીમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું હતું.

મહેસાણાથી તેઓ રબરના કામ માટે અમદાવાદ આવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:07 pm IST)