Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

સુરત: ડિસ્ટ્રીકટ કો-ઓ બેન્કની ચેક બુકના કવરપેજ પર "સૌ નો સાથ સૌનો વિકાસ" નું સૂત્ર લખતા વિવાદ

ચેરમેન, વાઇસ ચેરમેન અને મોટાભાગના ડિરેક્ટર્સ ભાજપ ના પ્રમુખ સહિતના આગેવાનોછે : રિઝર્વ બેંકને રજૂઆત કરવા તૈયારી

 

સુરત 110 વર્ષ જૂની સુરત ડિસ્ટ્રીકટ કો બેન્ક ની ચેક બુક ના કવર પેજ પર ભાજપ નું સૂત્રસૌ નો સાથ સૌ નો વિકાસછાપવામાં આવતા ભારે વિરોધ થઈ રહ્યો છે.

  સુરત ડિસ્ટ્રીકટ કો બેન્ક ની ચેક બુક ના કવર પેજ પર ભાજપ નું સૂત્રસૌ નો સાથ સૌ નો વિકાસછાપવામાં આવતા ભારે વિરોધ થઈ રહ્યો છે. ડિસ્ટ્રીકટ કો બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન અને મોટાભાગના ડિરેક્ટર્સ ભાજપ ના પ્રમુખ સહિતના આગેવાનો છે

   સુરત ડિસ્ટ.કો ઓપ બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન કે એમ ડી છે તેઓએ થોડા સમય પહેલાં સુરત ડિસ્ટ કો બેંકના ચેકબૂક કે જે સેંકડોની સંખ્યામાં વિતરિત કરવામાં આવી છે તેં પર સૌ નો સાથ સૌ નો વિકાસસ્લોગ લખી વિવાદનો મધ પુડો છેડી દીધો છે, જેમાં કોંગ્રેસના આગેવાન જિલ્લા પંચાયતના સભ્ય તેમજ અગ્રણી દર્શન નાયકે વિવાદ ને  ગંભીર ગણાવ્યો હતો અને આચાર સંહિતા ભાંગની પણ ફરિયાદ કરી છે.

 સમાન્યતઃ રાજકારનીઓથી દૂર રહેતી સંસ્થાઓના કર્તા હર્તા હવે ભાજપના આગેવાનો બની ગયા છે અને સહકારી ક્ષેત્રને પણ ભાજપ ની વિચારધારાથી રંગવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયક જણાવ્યું હતું કે જિલ્લા સહકારી બેંક ચેક બુક પર છપાયેલ સૌનો સાથ સૌનો વિકાસ ના સૂત્ર અંગે જણાવ્યું હતું કે જિલ્લા સહકારી બેંકના એમડી ને બાબતે ધ્યાન દોર્યું છે જો સૂત્ર હટાવવામાં નહીં આવે તો અમે બાબતે રિઝર્વ બેંકને રજૂઆત કરીશું

 

(11:26 pm IST)