Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

સુરતના યુવકે દેશભકિતનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુઃ રૂ.પ.૬૧ લાખ સૈનિક ફંડમાં અર્પણ કર્યા

સુરત: સુરતી યુવાને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું. યુવકે રૂ 5.61 લાખ સૈનિક ફંડમાં આપ્યા.  યુવાને 1.80 લાખની કિંમતની બાઇક રૂ 7.50 લાખમાં ખરીદી. રૂ 5.61 લાખની વધારાની રકમ આર્મડ ફોર્સ ફલેગ ડે ફંડમાં આપ્યા હતા. કંપની દ્વારા એક એવી શરત મુકાઈ હતી કે બાઇકની કિમત બાદ ઓકશન થનારી તમામ રકમ સૈનિક ફંડમાં આપવામા આવશે.

જાવા કંપની દ્વારા દેશમા માત્ર 13 બાઇક લોન્ચ કરવામા આવી હતી. આ બાઇકના વેચાણ અંગે તેઓએ એક શરત મુકી હતી કે તમામ બાઇકની કિંમત બાદથી ઓકશન થશે અને ઓકશન બાદની તમામ રકમ આર્મડ ફોર્સ ફલેગ ડે ફંડમાં આપવામા આવશે. રૂ 1.80 લાખની  કિંમતની આ મોંઘીદાટ બાઇક સુરતના એક દેશપ્રેમી રવિએ ખરીદવાનું પસંદ કર્યુ હતુ. રવિ નાનપણથી જ દેશભક્ત હતો તથા દેશમાટે અન્ય રીતે મદદરુપ થવાની તેનામાં ચાહના હતી. આ બાઇકનું જ્યારે ઓકશન કરવામા આવ્યું ત્યારે ઓકશનમાં તેમની સાથે પાંચ અન્ય લોકો હતા.

રૂ. 1.80 લાખની કિંમતથી ચાલુ થયેલી બીડ સાડા સાત લાખ સુધી પહોંચી હતી. આખરી બોલી રવિએ બોલી આ બાઇક પોતાના નામ પર કરી દીધી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આખા ગુજરાતમા આ બાઇક ફકત રવિ પાસે જ જોવા મળશે. રવિએ બાઇકની કિંમત બાદના રૂ. 5.61 લાખની રકમ ચેક મારફતે સૈનિક ફંડમા આપી દેસભક્તિનું એક સાચુ ઉદાહરણ પુરુ પાડયુ હતુ.

(4:36 pm IST)