Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

અમદાવાદના ચાંદખેડાની ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સર્વર રૂમમાં ભરબપોરે આગ લાગી : ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો

અમદાવાદ : શનિવારે બપોરે અમદાવાદના ચાંદખેડા ખાતે આવેલી ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીના સર્વર રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બપોરના સમયે બની હતી. GTUના ટૉપ ફ્લોર પર આવેલા સર્વર રૂમમાં અચાનક આગ લાગી હતી અને થોડી વારમાં તેને મોટું સ્વરૂપ લઈ લીધું અને ધુમાડાના ગોટેગોળા નીકળવા લાગ્યા હતા. જોકે, સારી વાત રહી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ઘટના બાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ટીમની તાત્કાલિક મદદ મળી રહેતા આગને જલદી કાબુમાં કરી લેવાઈ હતી. આગ કેવી રીતે લાગી તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી અને તેની તપાસ ચાલી રહી છે.

ઘટના બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી. આગના કારણે ઑફિસમાં રહેલા સ્ટાફના લોકો નીચે દોડી આવ્યા હતા અને GTUના કેમ્પસમાં ભીડ એકઠી થઈ ગઈ હતી. બાદમાં ફાયર ફાયટર્સની ટીમ 3 વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં કરી લેવાઈ હતી.

(11:09 pm IST)