Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

જમીન વિકાસ નિગમમાં ભ્રષ્‍ટાચાર આચરનાર અેમડી દેત્રોજા પાસેથી ૧૨ જેટલી બેનામી સંપત્તિ મળી

ગાંધીનગરઃ જમીન વિકાસ નિગમમાં ભ્રષ્ટાચારનો મામલે MD દેત્રોજાની કરોડોની સંપત્તિ ACB ટાંચમાં લીધી છે. તપાસ દરમ્યાન દેત્રોજાની 12 જેટલી નામી બેનામી સંપત્તિ મળી આવી છે. તેમના પત્નીનાં એકાઉન્ટમાંથી રૂ.1 કરોડનું ટ્રાન્જેકશન મળી આવ્યું છે.

દેત્રોજાએ લાંચના રૂપિયામાંથી અમદાવાદ, ગાંધીનગરમાં પેટ્રોલ પંપ લીધો હોવાનું પણ બહાર આવ્યું હતુ. આ સિવાય તેણે અમદાવાદ, વડોદરા, મોરબી સહિત જગ્યાએ પ્રોપર્ટીઓ વસાવી હતી.

ચાલાક દેત્રોજાએ પત્ની સીવાય અન્ય સગા વ્હાલાનાં નામે સંપત્તિ ખરીદી હતી. ACB દ્વારા દેત્રોજાનાં મદદગારોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમના બાલાજી વિન્ડ ફાર્મના ફ્લેટમાં પણ ઓછી કિંમતનું બાનાખત થયું હોય તપાસનો રેલો બિલ્ડર સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યકત થઇ રહી છે.

(8:30 pm IST)