Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કલોલના કલ્યાણપુરામાં લગ્નના નામે 1.10 લાખની છેતરપિંડી થતા અરેરાટી

કલોલ:ના કલ્યાણપુરા વિસ્તારમાં રહેતા યુવકને લગ્નની બાંહેધરી આપી રૃપિયા ૧.૧૦ લાખ ખંખેરી સાચી હકીકત છુપાવી બોગસ નોટરી કરી યુવકના લગ્ન કરાવ્યા હતા. આખરે પરીણીતા તરીકે આવેલી યુવતીને વિશ્વાસમાં લેતા તેણે સમગ્ર હકીકત જણાવતા છેતરાયેલા યુવકે ત્રણ શખ્સો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. કલોલના કલ્યાણપુરામાં રહેતા એક અપરણીત યુવકનો પરીચય નર્મદા જિલ્લાના વાસણમાં રહેતા જયેશ રણછોડભાઇ વસાવા સાથે થયો હતો. યુવક અપરણીત હોવાથી જયેશ વસાવા તેને છોકરી જોવા માટે તરાપા ગામે લઇ ગયો હતો. જો કે યુવકને છોકરી પસંદ નહી આવતા સંબંધ થયો ન હોતો. ત્યારબાદ યુવક અને જયેશ વસાવા વચ્ચે મિત્રતા બંધાતા વોટસ એપ નંબરની પણ આપ લે થઇ હતી. ત્યારબાદ જયેશે વોટ્સએપ પર યુવતીનો ફોટો મોકલતા યુવકને તેણી પસંદ આવી ગઇ હતી. જેથી જયેશ યુવક અને તેના પરીવારજનોને નર્મદા જિલ્લાના ધામન્દ્રા ખાતે રહેતા રમેશ ભગવાનભાઇ તડવીને ત્યાં લઇ ગયો હતો અને તેમની દિકરી દક્ષા સાથે લગ્ન કરાર કરાવી આપ્યા હતા. દક્ષા સાથે તેની નાની બહેન આરતી પણ સાથે આવીને થોડા દિવસ રહેશે એમ પરીવારજનોએ જણાવતા યુવકે મંજુરી આપી હતી. જો કે છ દિવસથી વધારે સમય થઇ ગયો હોવા છતાં પણ દક્ષા પત્ની તરીકેનો કોઇપણ પ્રકારનો વ્યવહાર કરતી ન હોતી.
 

(6:28 pm IST)