Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સુરતમાં અગાઉ સ્ટંટના મુદ્દે થયેલ ઝઘડામાં હત્યા કરનાર પાંચ પૈકી એકને કોર્ટે દસ વર્ષની કેદની સજાની સુનવણી કરી

સુરત:આજથી સાતેક વર્ષ પહેલાં નાનપુરા યતીમખાના રોડ પર બાઈક પર સ્ટંટ કરવાની ના પાડનાર યુવકો સાથે થયેલી બોલાચાલી બાદ જીવલેણ હુમલો કરી માછીવાડના શખ્સની હત્યાના કારસામાં સંડોવાયેલા પાંચ પૈકી એક આરોપીને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે સાપરાધ મનુષ્ય વધના ગુનામાં દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખ્તકેદ, રૃ. ૧૫ હજાર દંડ તથા દંડ  ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી હતી. પાલ રોડ સ્થિત રીજેન્ટ રેસીડેન્સીમાં રહેતા ફરિયાદી બોબી દિનેશ કાપડીયા તેના મિત્ર વિકાસ દિવરાલે તથા નયનેશ દિનેશ કુવાવાલા (રે.નાનપુરા માછીવાડ) તા.૧૯-૮-૧૧ના રોજ નાનપુરા યતીમખાના રોડ પર ફુટપાથ પર બેઠા હતા. ત્યારે બે અજાણ્યા યુવાનોએ બાઈક પર સ્ટંટ શરૃ કરતા તેમને ના પડાઇ હતી. તે અંગે બોલાચાલીમાં અજાણ્યાઓ ચપ્પુથી હુમલો કરતા નયનેશ કુવાવાલાનું ગંભીર ઈજાથી મોત થયું હતું.

(6:28 pm IST)