Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

નવસારીની બેંકમાં ખેડૂત ખાતેદારોના બનાવતી નામ ધારણ કરી બે ગઠિયાએ 10 લાખની કૃષિ લોન લેતા અરેરાટી

નવસારી:ની વિજયા બેઠકમાં ચીખલીના રૃમલા ગામનાં એન.આર.આઈ. ખેડૂત ખાતેદારોના બનાવટી નામો ધારણ કરી બે ગઠીયાઓએ બનાવટી ચૂંટણી કાર્ડ બનાવી ખેડૂતની રૃમલા ગામે આવેલો બ્લોક સર્વે નં. ૩૪૭ અને ૩૩૭ ની ૭-૧૨ ની નકલો રજૂ કરી ખોટા દસ્તાવેજો બનાવી અઢી વર્ષ અગાઉ રૃા. ૧૦ લાખની કૃષિ લોન લીધી હતી. બેંકના હપ્તા નહીં ભરતા બેંકના અધિકારીઓ રૃમલા ગામે તપાસ કરવા જતાં ખેડૂત તો વર્ષોથી અમેરિકામાં રહે છે. અને ફોટાવાળા વ્યક્તિઓ ગામનાં રહીશ નથી, નવસારીમાં આશાનગર ક્રિષ્ણ સોસાયટીમાં વિજયા બેંકની શાખા આવેલી છે. આ શાખામાં અઢી વર્ષ અગાઉ તા. ૪-૧૨-૧૫ ના રોજ બે અજાણ્યા ગઠીયાઓ ચીખલી તાલુકાના રૃમલા ગામે રહેતા અને વર્ષોથી વિદેશી અમેરિકામાં સ્થાયી થયેલા એન.આર.આઈ. ખેડૂત ધીરૃભાઈ લક્ષ્મણભાઈ પટેલની રૃમલા ગામે આવેલી બ્લોક સર્વે નં. ૩૪૭ અને ૩૩૭ વાળી જમીનની ૭-૧૨ ની નકલ ઉતારો બનાવટી ચૂંટણી કાર્ડ તથા દસ્તાવેજો બનાવી તેમના નામે વિજયા બેંકમાંથી રૃા. ૧૦ લાખની કૃષિ લોન મેળવી હતી. આ લોનમાં સાક્ષી તરીકે ધીરૃ પટેલનું નામ ધારણ કરનાર ગઠીયાએ તેના સાગરીત ભરતભાઈ લક્ષ્મણભાઈ પટેલનો બનાવટી ચૂંટણીકાર્ડ અને દસ્તાવેજો રજૂ કર્યા હતા. બેંકમાંથી આ બંન્ને ગઠીયાઓએ રૃા. ૧૦ લાખની કૃષિ લોન મેળવ્યા બાદ એક પણ રૃપિયો ભર્યો ન હતો. બેંકના ઈન્સ્પેકશન દરમ્યાન આ બેંક લોન અંગે શંકા જતા બેંકના ચીફ મેનેજર સુખેશકુમાર નારાયણન નાયર (રહે. લુન્સીકુઈ, પુષ્પક એપાર્ટમેન્ટ, નવસારી) બેંક લોનનાં દસ્તાવેજો લઈને રૃમલા ગામે જઈને લોન લેનાર ધીરૃભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને તેમના સાક્ષી ભરતભાઈ લક્ષ્મણભાઈ પટેલ બંન્ને ભાઈઓની તપાસ કરતા ગ્રામજનો દ્વારા ધીરૃભાઈ વર્ષોથી વિદેશ અમેરીકા સ્થાયી થયા હોવાનું જણાવ્યું હતું. આથી બેંક મેનેજર દ્વારા લોનનાં દસ્તાવેજવાળા ફોટો બતાવતા આ ફોટોવાળા વ્યક્તિઓ ગામના વતની નહીં હોેવાનું બહાર આવ્યું હતું. 

(6:28 pm IST)