Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વડોદરા:ધો.12 સાયન્સમાં પરિણામ સારું ન આવતા વિદ્યાર્થીએ ઘર છોડ્યું

વડોદરા:ધોરણ-૧૨ સાયન્સમાં ફેઇલ થતાં વિદ્યાર્થી ઘર છોડીને મુંબઇ જતો રહ્યો હતો જોકે, પરિવારની સતત સમજાવટ પછી મોડીસાંજે વિદ્યાર્થી ઘરે પરત ફર્યો હતો. જે અંગે વાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષના કિશોરે ધોરણ-૧૨ સાયન્સમાં આ વર્ષે પરીક્ષા આપી હતી. પરંતુ પરીક્ષામાં નાપાસ થતાં હતાશ થઇને વિદ્યાર્થી ઘર છોડીને મુંબઇ જતો રહ્યો હતો. આ તરફ વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા તેની સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તે મળી આવ્યો નહતો જેથી વાડી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
દરમિયાન આજે સવારે વિદ્યાર્થીએ મોબાઇલ ફોન પર પરિવારજનો સાથે વાતચીત શરૃ કરી હતી. પરિવારજનોના સતત સમજાવટના કારણે છેવટે વિદ્યાર્થી મોડી સાંજે ઘરે પરત ફર્યો હતો.

(6:27 pm IST)