Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ઉમરેઠ તાલુકાના ભેલાણમાં બે પરિવારો વચ્ચે થયેલ બબાલમાં બેને ઇજા

ઉમરેઠ:તાલુકાના લીંગડા ગામે ખેતરમાં ભેંસો પેસી જઈને ભેલાણ કરવાના પ્રશ્ને બે પરિવારો વચ્ચે તકરાર થતાં બેને ઈજાઓ થવા પામી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

સોનલબેન અરવિંદભાઈ સોલંકીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, બપોરના દોઢ વાગ્યાના સુમારે ઘનશ્યામભાઈ દેસાઈભાઈ સોલંકી, મીનાબેન ઘનશ્યામભાઈ સોલંકી તથા શારદાબેન દેસાઈભાઈ સોલંકીએ તમારી ભેંસો અમારા ગવારના ખેતરમાં કેમ ઘુસાડો છો તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ઘનશ્યામભાઈએ પોતાની પાસેનો લાકડાનો ડંડો સોનલબેનને માથામાં મારતાં ઈજાઓ થવા પામી હતી. મીનાબેન અને શારદાબેને વાળ પકડીને નીચે પાડી દઈને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

સામા પક્ષે શારદાબેને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, દિલીપભાઈ મનુભાઈ સોલંકી તથા રાજુભાઈ મનુભાઈ સોલંકી તથા કાજલબેન દિનેશભાઈ સોલંકીએ તમારી ભેંસો અમારા ગવારના ખેતરમાં કેમ પેસાડી છે તેમ જણાવીને ઝઘડો કરીને દિલીપભાઈએ લાકડાનો ડંડો શારદાબેનને માથામાં મારી દીધો હતો. જ્યારે શારદાબેનની પૌત્રી હેતલબેનને પકડીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:26 pm IST)