Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

3 હજારની લાંચ લેવાના ગુનાહમાં ઉમરેઠના હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ઉમરેઠ:પોલીસ મથકમાં ફરજ બજાવતા તત્કાલીન કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ સોલંકીને ત્રણ હજારની લાંચમાં કસુરવાર ઠેરવીને તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે રીક્ષામાં લઈ જવાતા વિદેશી દારુની સાત બોટલો સાથે એકને ઝડપી પાડયો હતો અને તેના વિરૃધ્ધ દારૃનો કેસ કરી તેમની રીક્ષા તથા મોબાઇલ પણ કબજે કરેલા અને પોલીસ કસ્ટડી દરમિયાન તેમને માર ન મારવાના તથા તેમનો સામાન છોડાવી આપવામાં મદદ કરવા માટે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ સોલંકીને તેમની પાસે રૃા. ૩૦,૦૦૦/-ની માંગણી કરેલ પરંતુ રકઝકના અંતે રૃા. ૧૦,૦૦૦/- આપવાના નકકી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ કોર્ટમાંથી છૂટયા બાદ મહેન્દ્રભાઇ સોલંકીને રૃા.૫,૦૦૦/- આપેલા અને બાકીના રૃપિયા વ્યવસ્થા થયેથી આપવાનું જણાવેલ. 

ત્યારબાદ તેમની રીક્ષા તથા મોબાઇલ છોડાવવા અભિપ્રાય કોર્ટમાં મોકલી આપ્યા બાદ ફરીથી મોબાઇલ ફોન ઉપરથી ફોન કરી બાકીના વહેવારના રૃા.૫,૦૦૦/-ની માંગણી કરતાં સોલંકીએ રૃા.૩,૦૦૦/-તો આપવા જ પડશે તેમ જણાવેલ. જે અન્વયે લાંચના છટકા દરમિયાન ફરિયાદી પાસે આરોપી મહેન્દ્રભાઇ સોલંકીએ રૃા.૩,૦૦૦/ની લાંચની માંગણી કરી, રકમ સ્વીકારેલ. આમ, આરોપી મહેન્દ્રભાઇ ગીરધરભાઇ સોલંકી, (આ.પો.કો. ઉમરેઠ પોલીસ સ્ટેશન, વર્ગ-૩), વિરૃધ્ધ આણંદ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧/૨૦૧૨થી ગુનો નોંધાયેલ હતો જેનો આણંદ સ્પે. (એ.સી.બી.) કેસ નં. ૦૩/૨૦૧૨ના કામે નામદાર સ્પે. જજ, આણંદની વિશેષ અદાલતને તા. ૩૦/૫/૧૬ના રોજ સજા કરતાં આરોપીને પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા દ્વારા તા. ૧૦/૪/૨૦૧૮ના રોજ બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું અમદાવાદ લાંચ રૃશ્વત વિરોધી બ્યુરોના ઇ.ચા. મદદનીશ નિયામક એ. જી.ઘાસુરાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

(6:25 pm IST)