Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બનાસકાંઠાની ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમે ૨ બાળલગ્ન અટકાવ્યાઃ ૧પ અને ૧૭ વર્ષની કિશોરીના લગ્ન થતા હતા

બનાસકાંઠાઃ બનાસકાંઠાની ૧૮૧ અભયમ હેલ્પલાઇનની ટીમે બે બાળલગ્ન અટકાવીને કાર્યવાહી કરી હતી.

ઘટનાની વિગત અનુસાર 181 અભયમ હેલ્પ લાઇનની ટીમને બાળલગ્ન થતાં હોવાની જાણ થતાં જ તેઓ બનાસકાંઠાના ધાનેરાના આલવાડા ગામમાં પહોંચી ગયા હતા. જ્યાં એક 15 વર્ષની અને બીજી 17 વર્ષની કિશોરીના બાળલગ્ન થતાં અટકાવ્યા હતા. અને આંગણે આવેલી જાન પરત ફરી હતી. હાલ તો આ સમગ્ર મામલે 181 અભયમ હેલ્પ લાઇનની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે હજુ થોડા દિવસ પહેલા જ વલસાડ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગે વાપી પાસે આવેલા બગવાડામાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ચાર યુગલોના બાળ લગ્ન થતાં અટકાવ્યા હતા. વાપીના સિનિયર સિટિઝન કાઉન્સિલે કુલ 21 યુગલો માટે લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં સમાજ સુરક્ષા વિભાગની ટીમની કાર્યવાહીના લીધે માત્ર 17 યુગલો જ લગ્નના માંડવે પહોંચ્યા હતા. બાકીના યુગલો સગીર હોવાથી તેમના લગ્ન અટકાવ્યા હતા.

(5:38 pm IST)