Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બે દિવસીય નૃત્યનો વર્કશોપ

અમદાવાદઃ ગુજરાતમાં ડાન્સ  ક્ષેત્રે યુવાનોની પ્રતિભાઓને બહાર લાવવા તથા તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના કૌશલ્યો પ્રદર્શીત કરવા માટે સક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે એસ.કે.એમ ઇવેન્ટ મેનેજમેન્ટ અને એસે.એસ.એમ ડાન્સ એકેડેમી દ્વારા ૧૯ અને ૨૦મે ૨૦૧૮ના રોજ અવૈદ ટ્રાન્સકયુબ પ્લાઝા- રાણીપ ખાતે ગુજરાતનો સૌથી મોટો બે દિવસીય વર્કશોપ માં જાણીતા ડાન્સર ધર્મેશ સર ઉપસ્થિત રહીને સહભાગીઓને વિવિધ પ્રકારના ડાન્સ શીખવશે તથા આ ક્ષેત્રમાં કારકીર્દી બનાવવા માટે જરુરી માર્ગદર્શન પણ આપશે સમગ્ર ગુજરાતમાંથી લગભગ ૧૫૦૦ જેટલા યુવાનો વર્કશોપમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે. તેમજ ગણ વર્ષની ઉંમરથી લઇને ૫૦ વર્ષની ઉંમરના લોકો વર્કશોપમાં ભાગ લઇ શકશે. વર્કશોપમાં આયોજન અંગે પ્રતિક્રિયા આપતા આયોજકોએ જણાવ્યું હતુ કે ધર્મેશસર ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને ડાન્સ પ્લસ જેવા  શો અને એબીસીડી-૧, એબીસીડી-૨,  બેન્જો મુવીમાં હીરો તરીકે રહી ચુકયા છે.(૪૦.૭)

 

(3:38 pm IST)