Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બજાજ ફિન્સર્વ દ્વારા પ્રથમ હાઇબ્રિડ ફ્લેકસી લોન વિકલ્પ

અમદાવાદઃ બજાજ ફિનસર્વ, તેના ધિરાણ વિભાગ બજાજ ફાઇનાન્સ લિ.થકી નવી હાઇબ્રિડ ફ્લેકસી વિકલ્પ સુવિધા જાહેર કર્યો છે, જે પ્રારંભિક સમયગાળા માટે હોમ લોન પર વ્યાજ ચૂકવવાની રાહત આપે છે. ગ્રાહક તેમના નાણાંને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદરૂપે મુખ્ય રકમની ચૂકવણી ન કર્યાના ચાર વર્ષ સુધીની રજાનો લાભ મેળવી શકે છે. આ સમયગાળા પછી ગ્રાહકોને મુખ્ય અને વ્યાજ બંને ચૂકવવાના રહેશે પરંતુ માત્ર ઉપયોગમાં લેવામાં આવેલી રકમ પર. જે ગ્રાહકો મોટું ઘર ખરીદવા ઇચ્છતા હોય તેઓ આ સુવિધા નો લાભ લઇ શકે છે કારણ કે તેઓ હોમ લોનના પ્રારંભિક સમયગાળા માટે ઇએમઆઇ પર બચત કરી શકે છે. (૪૦.૭)

 

(3:38 pm IST)