Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કેમ્પેઇન માટે ૧૦૦ કરોડના બજેટની જોગવાઇ

એપ્પી ફિઝે સલમાનખાન સાથે તેની પ્રથમ માર્કેટીંગ કેમ્પેઇન લોન્ચ કરી

અમદાવાદઃ સૌથી વિશાળ ભારતીય પીણાંની ઉત્પાદક પાર્લે એગ્રો દ્વારા આજે રૂ. ૧૦૦ કરોડના બજેટ સાથે બ્રાન્ડ એપ્પી ફિઝ માટે તેની નવી ફીલધફિઝમાર્કેટિંગ કેમ્પેઈન લોન્ચ કર્યાની જાહેરાત કરવામાં આવી હતી. આ તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનને ચમકાવતી બ્રાન્ડ માટે પ્રથમ કેમ્પેઈન છે. નવી કેમ્પેઈન બ્રાન્ડના ગ્રાહકોને એપ્પી ફિઝની જેમ જ બોલ્ડ, આત્મવિશ્વાસુ રહીને પોતાની ફિઝ વસાવવાની જરૂરત પર નિર્માણ કરાઈ છે અને ભારત ભરના યુવાનોને તે સ્પર્શે છે.

 આ નવી કેમ્પેઈન પર બોલતાં પાર્લે એગ્રોના જોઈન્ટ મેનેજિંગ ડાયરેકટર અને સીએમઓ નાદિયા ચૌહાણે જણાવ્યું હતું કે નવી ્નફીલધફિઝ કેમ્પેઈન સાથે લક્ષ્ય ફ્રૂટ પ્લસ ફિઝ શ્રેણીમાં આગેવાન તરીકે છેલ્લાં થોડાં વર્ષોમાં એપ્પી ફિઝ સતત જોઈ રહી છે તે બે આંકડાની વૃદ્ઘિને વધુ વધારીને તેને મજબૂત બનાવવાનું છે. સલમાન ખાન બ્રાન્ડનો ચહેરો હોવાથી અમે બ્રાન્ડ માટે સ્થાપિત કરેલો અને તેણે નિર્માણ કરેલી શ્રેણી માટે આક્રમક ધ્યેય હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિતરણ, રિકોલ અને અગ્રતાઓમાં નવી ઊંચાઈ સર કરવી તે ૨૦૧૮માં બ્રાન્ડ માટે મુખ્ય હેતુ છે.(૪૦.૭)

(3:36 pm IST)