Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બીટકોઇન કૌભાંડમાં નલીન કોટડિયાને વધુ એક સમન્સ ૧૧મી સુધીમાં હાજર થવાનું કહેનારા કોટડિયા ન આવ્યા

કોટડિયા જવાબ આપવા હાજર નહીં થતા સીઆઇડીની ટીમે તેમના અમરેલી સ્થિત નિવાસસ્થાને જઇ સમન્સ આપ્યું

રાજકોટ : બીટકોઇન કૌભાંડમાં પોતાને ખોટી રીતે ફસાવાઇ રહ્યાનું કહી પોતે નિર્દોષ હોવાનો દાવો કરનારા ધારીના પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા ૧૧ મી એપ્રિલ સુધી પોતે જવાબ લખાવવા હાજર થશે તેવું થોડા દિવસ પહેલા કહેવા છતાં સીઆઇડી સમક્ષ હાજર થવામાં નિષ્ફળ થયા હતાં. બીજી તરફ સીઆઇડીની એક ટીમ તેમના અમરેલી સ્થિત નિવાસસ્થાને દોડી ગઇ હતી અને તેમના ઘરે સમન્સની બજવણી કરી હોવાનું જાણવા મળે છે.

(3:36 pm IST)