Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ટમેટા બાદ હવે દૂધીના ખેડૂતો દુઃખી : પોષણક્ષમ ભાવ ભાવ નહિ મળતા પાકનો જથ્થો રસ્તામાં ફેંકી દેવાયો

હતાશ ખેડૂતોએ ઘણોખરો જથ્થો પશુઓના હવાલે પણ કરી દીધો

રાજકોટ ;આગાઉ ટામેટાની કિંમતમાં તેજી બાદ તળિયે બેસી ગયેલા ભાવોના કારણે ટામેટા પકવનાર ખેડૂતોને ખેતી ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો હતો. જેથી અનેકો ખેડૂતોએ ટામેટાનો ઉકરડામાં, ખુલ્લા રસ્તે નિકાલ કર્યાના બનાવ ચમકયા હતા. હવે આ સ્થિતિ દૂધીમાં જોવા મળી રહી છે. દૂધીના પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે અનેક ખેડૂતોએ પોતાનો દૂધીના પાકનો રસ્તા પર નિકાલ કરી દીધો છે    ઉમરેઠ તાલુકાના સૈયદપુરા સહિત આસપાસના ગામોમાં શાકભાજી વાવેતર કરતા ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ બજાર ભાવ ન મળતાં, ખર્ચનું ભારણ વધી જતાં શાકભાજીનો જથ્થો રીતસર માર્ગો ઉપર ઠાલવી દીધો છે.

 બીજી તરફ તૈયાર થયેલા દૂધીના મબલખ ઉત્પાદન સામે ભાવ સાવ ગગડી ગયા છે. સમગ્ર જથ્થો શાકમાર્કેટ સુધી પહોંચાડવા સહિતનો ખર્ચ વધુ થઈ જાય છે અને સામે દૂધીની આવક ઓછી મળવાના કારણે હતાશ ખેડૂતોએ ઘણોખરો જથ્થો પશુઓના હવાલે કરી દીધો છે.

(11:53 am IST)