Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

૧લી સપ્ટેમ્બરથી APL કાર્ડધારકોને કેરોસીન બંધ

રાજકોટ સહિત ૮ મહાનગરોમાં અમલવારીઃ ૩૧ સુધીમાં જેમને ગેસ જોડાણ નથી તે મેળવી લેવા સૂચના..

અમદાવાદ તા.૧૨: આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગરમાં એપીએલ કાર્ડધારકોને કેરોસીન આપવાનું બંધ થશે. રાજયના તમામ એપીએલ કાર્ડધારકો કે જે ગેસ કનેકશન ધરાવતા નથી તેમને ૩૧ મી મે, ૨૦૧૮ સુધીમાં ગેસ જોડાણ મેળવી લેવાનું રહેશે. તેમને ૩૧ મી ઓગસ્ટ, ૨૦૧૮ સુધી જ કેરોસીન મળી શકશે. ૧લી ડિસેમ્બર ૨૦૧૮ પછી એપીએલ કાર્ડધારકોને કેરોસીન મળશે નહી. આવા એપીએલ કાર્ડધારકોને નોટીસ આપવા જિલ્લા પુરવઠા અધિકારીઓને રાજય સરકારે આદેશ કર્યો છે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં જિલ્લા મથકો પર કેરોસીન બંધ કરાશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતું.

(1:45 pm IST)