Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

દસક્રોઇના હિરાપુરના સરપંચ સહિતનાએ એક પરિવાર પર કર્યો જીવલેણ હુમલો

અંગત અદાવતમાં સરપંચ અને સાગરીતોએ દુકાન અને ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી : હુમલામાં ત્રણને ઇજા : 14 લોકો વિરુદ્ધ ફરિયાદ

દસક્રોઈના હીરાપુરના સરપંચ સહિતનાએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે આ હુમલામાં 3 લોકોને ઇજા થઇ છે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.

મળતી વિગત મુજબ દસક્રોઈ ગામના સરપંચ અને તેના સાગરિતોએ અંગત અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. સરપંચ અને તેના સાગરિતોએ દુકાન અને ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી.અને આ પરિવારના લોકોને ઢોર માર માર્યો હતો.

આ  ઘટનાની જાણ પોલીસને થતાં વિવેકાનંદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. અને સરપંચ સહિત 14 લોકો સામે  પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:48 am IST)