Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ખાનગી શાળામાં RTE હેઠળ નર્સરીથી જ પ્રવેશ આપવાના મુદ્દાનો અમલ કેમ નહિ ?હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી

હાઇકોર્ટમાં નર્સરીથી જ પ્રવેશના મુદ્દાનો અમલ નહીં થવા અંગે અરજીની 13મી જૂને વધુ સુનાવણી

અમદાવાદ :રાજ્યમાં RTE  હેઠળ ખાનગી શાળામાં ગરીબ અને વંચિત બાળકોને પ્રિ-પ્રાયમરી સ્કૂલ એટલે કે નર્સરીથી પ્રવેશ આપવાના મુદ્દાનો અમલ નહી  થવા અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. કેસની વધુ સુનાવણી 13 જૂને હાથ ધરાશે.

    સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આરટીઈના કાયદામાં જોગવાઈ છે કે, નર્સરીથી ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે 25 ટકા બેઠકો અનામત રાખવી જોઈએ અને તેમને પ્રવેશ આપવો જોઈએ.

   જો કે, આ કાયદાનો અમલ રાજ્ય સરકાર યોગ્ય રીતે કરતી નથી. રાજ્ય સરકાર દ્વારા પહેલા ધોરણથી આરટીઈ એક્ટ હેઠળ ગરીબ બાળકો માટે પ્રવેશ આપવાની કામગીરી કરવામાં આવે છે. જો કે, વાસ્તવિકતા એ છે કે, નર્સરીથી જ પ્રવેશ આપવો જોઈએ. જો કે, ખાનગી શાળાઓ તેનો અમલ કરતી નથી. જેના લીધે, આ જગ્યાઓ પર ખાનગી શાળાઓ પ્રવેશ ફી પેટે કરોડોની કમાણી કરે છે

(12:48 am IST)