Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સુરતમાં સ્વચ્છતા અભિયાનની થીમ પર હાથમાં ઝાડુ લઈને ગ્રુપ ડાન્સ કરવાને મળ્યું ગીનીશ બુકમાં સ્થાન

5 વર્ષથી ઉપરનાં 800 જેટલાં બાળકોએ સંગીતની ધૂન પર હાથમાં ઝાડુ લઈ અનોખો ગ્રુપ ડાન્સ કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડ કર્યો

 

સુરતઃ સુરતમાં વધુ એક રેકોર્ડ બન્યો છે તાજેતરમાં ખિલા પર સૂવાની વાતને લઈ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. ત્યાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ થયો છે. જેમાં સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખી હાથમાં ઝાડુ લઈ ગ્રુપ ડાન્સ કરવાની ઘટનાને ગિનિસ બૂકમાં સ્થાન મળ્યું છે.

   અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા કામરેજ વલથાણ ગામ સ્થિત SUV ઇન્ટરનેશનલ સ્કૂલ દશાબ્દી મહોત્સવ યોજાયો છે. જેમાં ભારતભરના 21 રિઝનમાંથી હજારોની સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા છે. મહોત્સમાં 5 વર્ષથી ઉપરનાં 800 જેટલાં બાળકો સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રથમ વખત સંગીતની ધૂન પર હાથમાં ઝાડુ લઈ અનોખો ગ્રુપ ડાન્સ કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડ કર્યો હતો

   નોલેજ કાર્નિવલ અને દશાબ્દી મહોત્સવને સફળ બનાવવા ભારતભરના 21 રિઝનમાંથી 40 હજારથી વધુ લોકો કાર્યક્રમમાં જોડાયા છે. યુવા ઉત્સવ, એજ્યુકેશન અને ટેલેન્ટ અને રમત ગમત સમિતિઓ દ્વારા અનેક સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું સંસ્થાના 250થી વધુ વિદ્યાર્થીઓએ પ્રોગ્રામમાં ઓડિશન આપ્યા હતા જેમાંથી 40 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે.     

મહોત્સવમાં પહેલીવાર એક સાથે ભારતભરના 800થી વધુ વિદ્યાર્થીઓ સફેદ ડ્રેસકોર્ડમાં હાથમાં ઝાડુ લઈ ગ્રુપ ડાન્સ કરી વડા પ્રધાન મોદીજીના સ્વચ્છતા અભિયાનને ઉજાગર કર્યું હતું. વિશ્વ રેકોર્ડમાં લંડનથી આવેલા જજ 5 મિનિટના રેકોર્ડનું મોનિટરિંગ કર્યું હતું. અને ગિનિસ બુક ઓફ રેકોર્ડ સર્જાયો હતો

(1:00 am IST)