Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વિજાપુર-શોભાસન રોડ પર રોંગ સાઈડમાં જઈને ટ્રેલરે ટક્કર મારતા કાર સવાર બે યુવકોના મોત

મહેસાણાઃ વિજાપુર-શોભાસન રોડ પર કાર અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં કારમાં સવાર ચાલક સહિત 2 યુવકનાં મોત નીપજ્યાં છે. ટ્રેલરે રોંગ સાઇડમાં આવી સામે આવેલી કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો

   મળતી વિગત મુજબ મહેસાણાના વિજાપુર-શોભાસન રોડ પર ટ્રેલરે રોંગ સાઈડ પર જઈ સામે આવી રહેલી કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. અકસ્માતમાં કારમાં સવાર ચાલક સહિત 2 યુવકનાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે મૃતકોનાના મૃતદેહને 108 મારફત પીએમ માટે મોકલી દીધી છે.

(1:17 am IST)