Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓએ પોતાની સંપત્તિ ન દર્શાવતા ગુજરાતના ૯૦૦ અધિકારીઓના અટકાવી દેવાયા

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ક્લાસ વન અને ક્લાસ ટુના અધિકારીઓએ સંપત્તિ ન દર્શાવતા ૯૦૦ જેટલા અધિકારીઓની પગાર અટકાવી દીધા છે.

રાજ્યમાં 900થી વધુ કલાસ વન અને કલાસ ટુ અધિકારીઓએ પોતાની સંપત્તિ ન દર્શાવતા તેમના પગાર અટકાવી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મહેસૂલ, શિક્ષણ, પોલીસ તેમજ અન્ય વિભાગના 900થી વધુ ક્લાસ 1-2ના અધિકારીઓનો પગાર અટકાવી દેવામાં આવ્યાં છે.

આ મામલે મુખ્ય સચિવ જે.એન.સિંઘે નિવેદન આપતાં કહ્યું છે કે,' કેટલાક અધિકારીઓએ પોતાની એન્યુઅલ પ્રોપર્ટી ભરી ન હતી. જે સરકાર માટે ચિંતાનો વિષય છે. આવા 900થી 1000 જેટલા કલાસ 1/2ના કર્મચારીઓના પગાર અટકાવવામાં આવ્યાં છે. તેમનું ધ્યાન ઘણાં સમયથી દોરવામાં આવ્યું હતું હવે કર્મચારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવશે. તેમની ડિપાર્ટમેન્ટલ તપાસ પણ કરવામાં આવશે. અધિકારીઓને અપીલ છે કે તેમની સંપત્તિની માહિતી ઝડપથી આપી દે.'

મહત્વનું છે કે આ વર્ષે સરકાર દ્વારા પરિપત્ર આપીને જાન્યુઆરી સુધી કર્મચારીઓને પોતાની મિલકતની માહિતી આપવા જણાવ્યું હતું. પરંતુ બધા અધિકારીઓની માહિતી ન આવવાને કારણે તેની તારીખ લંબાઇને માર્ચના અંત સુધી કરવામાં આવી હતી. તેમ છતાં વિવિધ વિભાગના 900થી વધુ કર્મચારીઓએ આ સૂચનાને ગણકારી ન હતી. 900થી વધુ કર્મચારીઓનો એપ્રિલ મહિનાનો પગાર રોકી દેવામાં આવ્યો છે. આ તમામ 1000 અધિકારીઓને ફરીથી રિમાઈન્ડર કરાયું છે કે, જો તેઓ મિલકત જાહેર નહિ કરે તો એપ્રિલ મહિનાનો પગાર નહિ અપાય. અને મિલકત જાહેર કરશે તો જ એપ્રિલ અને મે મહિનાનો પગાર સાથે મળશે.

અત્યાર સુધી દેશભરનાં આઈએસ ઓફિસરોને જ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરવાનું હતું પરંતુ આ વખતથી ગુજરાત સરકારે ક્લાસ વન-ટુના અધિકારીઓ માટે પણ આ જરૂરી બનાવાયું હતું. આ અંગે સરકારે તારીખ પણ લંબાઇ હતી તો પણ આ કર્મચારીઓએ તેની પર ધ્યાન આપ્યું ન હતું. આ અધિકારીઓને શોકોઝ નોટિસ આપીને એક્શન લેવામાં આવશે.

(5:47 pm IST)