Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

તિલકવાડામાંથી જુગાર રમતા 11 જુગારીયોને રૂ.૮૪, ૧૦૦ મુદામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની કડક સુચના અને માર્ગદશન મુજબ એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓએ જીલ્લાના પ્રોહી. / જુગારની ગેરકાયદેસર બદી નાબુદ કરવા તેમજ બાતમી મેળવવા તજવીજ કરતા બાતમીદારથી બાતમી મળેલ કે તિલકવાડાના આઝાદ ચોકમાં રહેતા દિલીપભાઇ અંબાલાલ દરજીના રહેણાંક મકાનમાં કેટલાંક ઇસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેઇડ કરતા ( ૨ ) મનોજભાઇ અમૃતભાઇ સગર રહે . તિલકવાડા કાછીયાવાડ ( ૩ ) વાહીદખાન જીતસીંગ દાયમા( રહે . રેંગણ તા.તિલકવાડા ( ૪ ) પિયુષભાઇ રમેશભાઇ પંચાલ રહે . આઝાદ ચોક તિલકવાડા ( ૫ ) જયેશભાઇ ગોવિંદલાલ શાહ રહે આઝાદ ચોક તિલકવાડા ( ૬ ) અયુબખાન મહંમદખાન હનિફ રહે . કાછીયાવાડ તિલકવાડા ( ૭ ) બિપિનચંદ્ર જગદિશચંન્દ્ર પંચાલ રહે . બસ સ્ટેન્ડ તિલકવાડા( ૮ )અશરફખાન ઉર્ફે બાબુભાઇ દિલાવરખાન દાયમા રહે . કાછીયાવાડ તિલકવાડા ( ૯ ) ભાષ્કરભાઇ બિપીનચન્દ્ર શાહ રહે .કુંભારવાડ તિલકવાડા ( ૧૦ ) હરેશભાઇ રણછોડભાઇ સગર રહે . કાછીયાવાડ તિલકવાડા ( ૧૧ ) અજગરઅલી મહંમદઅલી સૈયદ રહે. તિલકવાડા ને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ .૩૭,૬૦૦  તથા મોબાઇલ નંગ -૧૦ કિ.રૂ. ૬,૫૦૦નો મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ. ૮૪,૧૦૦ના મુદ્દામાલ સાથે પકડી તેમના વિરૂધ્ધ તિલકવાડા પો.સ્ટે.માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(11:25 pm IST)
  • અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફરી સ્ટોક ખાલી થઈ જતા, બપોરે 4 વાગ્યાથી રેમડેસિવિર ઈન્જેક્શ આપવાનું બંધ કર્યું : અત્યાર સુધીમાં 10,000 લોકોને રાહતભાવે આપ્યા ઇન્જેક્શન : ફરી વિતરણ ક્યારે શરૂ કરાશે એ બારા કંપનીએ કઈ ખુલાસો નથી કર્યો access_time 5:50 pm IST

  • પરિમલ નથવાણી અલગ મિજાજમાં: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ ડાયરેક્ટર અને આંધ્રના રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી નવરાશની પળોમાં એક અલગ જ મિજાજમાં નજરે પડે છે.. રવિવાર સવારનો સમય તેમણે શરીરની ચુસ્તી-સ્ફુર્તિ જાળવવામાં પસાર કર્યો હતો. access_time 10:37 pm IST

  • રેડીઝ લેબમાં બની રહેલ સ્પુતનિક-ફાઇવ દસ દિ'માં બજારમાં મળતી થઇ જશે ? ઓકટોબર સુધીમાં બીજી ૪ વેકસીનને મંજુરી અપાશે : અત્યારે હાલમાં કોવિશીલ્ડ અને કોવેકિસન બે રસી ઉપલબ્ધ છે : ડો. રેડીના સહયોગ થી રશીયાની સ્પુતનીક પછી, બાયોલોજીકલ ઇના સહયોગથી જહોનસન એન્ડ જહોનસનની રસી, સીરમ ઇન્સ્ટીટ્યુટની નોવા વૈકસ, ઝાયડસ કેડીલાની રસી જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે, તથા ભારત બાયોટેકની ઇન્ટ્રાનેજલ વેકસીનનો સમાવેશ થાય છે ઓકટોબર સુધીમાં આ બધી વેકસીનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા સાથે મળતી થઇ જશે જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવવાનો સંભવ હોવાનું મનાય છે. access_time 4:07 pm IST