Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

શનિવારે મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી : કામદાર -કર્મચારીઓને સવેતન રજા આપવા જોગવાઈ

મહેનતાણું/પગાર મતદાનના દિવસે રજા બદલ માલિકે/નોકરીદાતાએ ચુકવવાનું રહેશે.

ગાંધીનગર : ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૨૫-મોસ્વા (હડફ (અ.જ.જા,) વિધાનસભા મત વિભાગ માટેની પેટા-ચૂંટણી તા.17/4/2015 શનિવારના રોજ યોજાનાર છે. સને ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સને ૧૯૯૬ના લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-૧૩૫(બી) અનુસાર મતાધિકાર ધરાવતી વ્યક્તિ કોઈપણ ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે.

 રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી/ કામદારોના કિસ્સામાં પણ જો તેઓ ફરજ પર હોત અને જે મહેનતાણું/પગાર મેળવત તે મહેનતાણું/પગાર મતદાનના દિવસે રજા બદલ માલિકે/ નોકરીદાતાએ ચુકવવાનું રહેશે.

 આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર માલિક / નોકરીદાતા દંડ/શિક્ષા પાત્ર રહેશે. જેની સંબંધકર્તા સર્વેએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

આથી ધંધા-રોજગાર-ઔઘોગિક એકમ અને અન્ય સંસ્થાઓના માલિકોને જણાવવામાં આવે છે કે તેમના કામદાર/કર્મચારીઓને તા.૧૭/૦૪/૨૦૨ ૧, શનિવારના રોજ 'જ્યાં ચૂંટણી યોજાનાર છે તેવા ઉપરોક્ત વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વિસ્તારમાં ઉક્ત દિવસે ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા આપવી.તેમ મુખ્ય નિર્વાચીન અધિકારી દ્વારા જણાવાયું છે

(6:49 pm IST)