Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ગુજરાત રાજ્યની વિજ વિતરણ કંપની દ્વારા કોઇ વધારો નથીઃ ટોરેન્ટ કંપની દ્વારા કેટલાક સ્થળોઍ પ્રતિ યુનિટ ૫ પૈસા જેટલો વધારો કરાયો

ગાંધીનગરઃ આયોગ દ્વારા આ ઉત્તર ગુજરાત વિજ કંપની તથા ટોરેન્ટ પાવર લિમીટેડ (અમદાવાદ- ગાંધીનગર વિસ્તાર) ની વર્ષ ૨૦૨૧-૨૨ ની ટેરિફ પીટીશનો પર તા. ૧૨.૦૪.૨૦૨૧ ના રોજઆદેશ જારી કરેલ. આદેશના મહત્વનાં/અગત્યનાં મુદ્દાઓ નીચે મુજબ છે:

 રાજય સરકાર હસ્તકની વિજ વિતરણ કંપની (ઉત્તર ગુજરાત વિજ કંપની) ના ગ્રાહકો માટે ના વિજ દરમાં કોઇ વધારો કરેલ નથી.

 ટોરેન્ટ પાવર લિમીટેડ (અમદાવાદ - ગાંધીનગર વિસ્તાર)ના બીપીએલ કેટેગરી અને નાના રહેણાંકવાળા ગ્રાહકો કે જેઓ દર મહિને ૫૦ યુનિટ સુધીનો વપરાશ કરે છે તેવા ગ્રાહકો ના ટેરિફ/વીજ દર માં કોઈ ફેરફાર નથી.

 ટોરેન્ટ પાવર લિમીટેડ (અમદાવાદ - ગાંધીનગર વિસ્તાર)ના જીએલપી કેટેગરી ગ્રાહકોના ટેરિફ/વીજ દર માં પણ કોઈ ફેરફાર નથી.

 જયારે ટોરેન્ટ પાવર લિમિટેડ (અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર)ના દર મહિને ૫૧ યુનિટથી ૨૦૦ યુનિટના વીજ વપરાશના સ્લેબના એનર્જી ચાર્જ માં પ (પાંચ) પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

 ટોરેન્ટ પાવર લિમિટેડ (અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર) માટે માસિક ૨૦૦ યુનિટ થી વધારે વપરાશ કરતાં રહેણાંકવાળા ગ્રાહકો સહિત બાકી ના તમામ ગ્રાહકો માટે એનર્જી ચાર્જ માં ૧૦ પૈસા પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો છે.

 અગાઉના વર્ષોની બાકી રહેલ ખાધ (ગેપ) ને અનુલક્ષીને, ટોરન્ટ પાવર લીમીટેડ (અમદાવાદ- ગાંધીનગર વિસ્તાર) ના વિજ દરોમાં આ ફેરફાર કરવો જરૂરી બનેલ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન આ વિજ વિતરણ કંપનીઓ માટે વિતરણ ખોટ (ટી એન્ડ લોસ) લક્ષ્યાંક થી ઘણાં સારા નોંધાયેલ છે.

રાજયની માલિકીના વિતરણ પરવાનેદારો (યુજીવીસીએલ) માટે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે માન્ય વીજ ખરીદીનો ખર્ચ રૂ.૪.૩૦ પ્રતિ યુનિટ અને બેઝ એફપીપીપીએ ચાર્જ રૂ. ૧.૫૯ યુનિટ દીઠ નક્કી કરાયેલો હતો, ઉપરાંત રૂ.૪.૩૦ થી વધુ વીજ ખરીદીના ખર્ચમાં કોઈપણ વધારો એ વધારાનું એકપીપીપીએ ચાર્જ તરીકે માનવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે, આયોગે વીજ ખરીદી ખર્ચ ને રૂ.૪.૪૮ પ્રતિ યુનિટ મંજૂર કરેલ હોય અને તે મુજબ બેઝ એફપીપીપીએ સુઘારીને રૂ.૧.૮૦ પ્રતિ યુનિટ (૪.૪૮ (-) ઓછા ૪.૩૦ - ૦.૧૮ 4 ટીએન્ડડી લોસિસ - ૦.૨૧ 2 (ઉમેરી ને) ૧.૫૯ -૧.૮૦) નકકી કરેલ છે.

બેઝ એફપીપીપીએ ચાર્જ એ ગ્રાહકોના વીજ બિલમાં લેવામાં આવતા કુલ એફપીપીપીએ ચાર્જની ગણતરીમાં અભિન્ન ભાગ છે અને એફપીપીપીએ ચાર્જ માટે પુન પ્રાપ્તિ પદ્ધતિમાં કોઈ ફેરફાર થયો નથી, તેથી રાજયના હસ્તક વિજ વિતરણ માલિકીના ગ્રાહકોના વીજ બિલમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે બેઝ એફપીપીપીએ ચાર્જ માં ફેરફાર થવાને કારણે કોઈ વધારો થશે નહીં. ટોરેન્ટ પાવર લિમિટેડ (અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર) માટે, નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે માન્ય વીજ ખરીદીનો ખર્ચ રૂ.૪.૭૭ પ્રતિ યુનિટ અને બેઝ એફપીપીપીએ ચાર્જ રૂ.૧.૮૨ પ્રતિ યુનિટ મંજુર કરાયેલ, હવે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે, વીજ ખરીદી ખર્ચ ને રૂ.૪.૮૫ પ્રતિ યુનિટ મંજુર કરેલ છે, અને બેઝ એફપીપીપીએ રૂ.૧.૮૨ પ્રતિ યુનિટ ચાલુ રાખવામાં આવેલ. ઉપરાંત એફપીપીપીએ ની વસુલાત માટે ની મહત્તમ મર્યાદા રૂ.૨.૧૧ પ્રતિ યુનિટ પણ યથાવત રાખેલ છે.

 

(6:06 pm IST)