Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કોરોનાના નવા સ્‍ટ્રેન પર વેકસીનની અસર નથી થઇ રહી : ર ડોઝ લેવા છતા લોકો મોતને ભેટી રહ્યા છે

ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્‍થિતિ અંગે વ્‍યકત કરી ચિંતા

અમદાવાદ તા. ૧ર :.. ગુજરાત હાઇકોર્ટે કોરોના સંક્રમણની સ્‍થિતિ અંગે સુનાવણી કરી હતી. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તેમનો પક્ષ રાખી રહયા છે. આ સુનાવણી જસ્‍ટિસ વિક્રમનાથ અને જસ્‍ટિસ ભાર્ગવ કારીયાની બેંચ કરી રહી છે. ગુજરાત રાજયના મુખ્‍ય સચિવ અનિલ મુકીમ, સ્‍વાસ્‍થ્‍ય વિભાગના પ્રધાન સચિવ જયંતી રવિ અને સ્‍વાસ્‍થ્‍ય સચિવ જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા છે.

સુનાવણી દરમ્‍યાન કોર્ટે કહ્યું કે રાજયમાં હજુ પણ સ્‍થિતિ વણસેલી છે ટેસ્‍ટ તાત્‍કાલીક ધોરણે થઇ રહ્યા નથી. ટેસ્‍ટ જલ્‍દી થઇ શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવે. કોર્ટે એ પણ  કહયું કે સરકાર કહી રહી છે કે, સ્‍થિતિ સામાન્‍ય છે. પરંતુ સ્‍થિતિ ભયંકર છે. ચીફ જસ્‍ટિસે કહ્યું કે મારી પાસે જાણકારી છે કે હોસ્‍પિટલ એડમીશન આપવાનો ઇન્‍કાર કરી રહ્યા છે ચીફ જસ્‍ટિસેએ પણ કહ્યું છે કે વેકસીનના બે ડોઝ લીધા બાદ પણ લોકોના મોત થઇ રહ્યા છે.

ચીફ જસ્‍ટિસે કહયું કે ઓફીસમાં સ્‍ટાફ પ૦ ટકા કરવામાં આવે છે. કફર્યુ ટાઇમમાં છૂટ આપવામાં આવી રહી છે નાઇટ કફર્યુ નો પણ યોગ્‍ય રીતે અમલ થઇ રહયો નથી. હાઇકોર્ટે સવાલ કર્યો છે. ચૂંટણીના સમયે દરેક બુથ પર મેનેજમેન્‍ટ કરવામાં આવે છે. તો કોરોનાની સ્‍થિતિમાં મેનેજમેન્‍ટ કેમ કરી શકાય નહી ?

હાઇકોર્ટે કહયું છે કે જે કોરોનાની ગાઇડલાઇન્‍સનું પાલન નથી કરી રહ્યા તેમને કોવિડ સેન્‍ટરમાં મોકલી દો. સરકારની નીતિથી નારાજ હાઇકોર્ટે એ પણ કહયું કે નીતિમાં સુધારણાની જરૂર છે.

કોર્ટે વધુમાં ઉમેર્યુ કે એડવોકેટ જનરલ ત્રિવેદીએ કહયું કે રાજયમાં ૭૧,૦ર૧ બેડ ઉપલબ્‍ધ છે. રાજયમાં આજે ૧૧ર૭ કોરોના હોસ્‍પિટલ કાર્યરત છે. સુરતમાં રેમેડેસીવીર  ઇન્‍જેકશન ચેરીટી તરીકે વિતરણ કરવામાં આવ્‍યું ટેસ્‍ટિંગ, ટ્રેકીંગ, ટ્રીટમેન્‍ટ અંગે લોકોમાં જાગરૂકતા બને તેના પર વિશેષ જોર આપવામાં આવ્‍યું.

(5:01 pm IST)