Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જિંદગી જીવવી હોય તો તકલીફ તો રહેવાની બાકી મર્યા પછી તો મુદૉ ને સળગાવવાથી પણ કાંઈ નથી થતું

અમદાવાદ :માણસને કદી તેણે માંગેલા ઈચ્છેંલા સંજોગો મળતા નથી જેણે કંઈપણ કરવું છે તેણે સંજોગો ઉપર સવાર થવું જ પડે છે સફળતા મળે ના મળે માણસે તો પોતાનો પ્રયાસ કરવાનોજ છે અને કોઈ પ્રયાસ કદી સંપૂર્ણ પડે નિષ્ફળ જતો નથી પોતાની બધી જ શક્તિ સાથે ધારેલી દિશામાં આગળ વધવાનો પુરુષાર્થ કરી શકે જીવન તમને જ્યાં લઈ જાય ત્યાં જાઓ જીવન થી તમને અનુભવ મળશે જે દિવસને તમે મન ભરીને જીવો એ દિવસ સાચો છે જિંદગીનો બાકીના દિવસો તો બસ તારીખો છે કેલેન્ડરની.
 જે મિત્રો સાથે બાળપણમાં મન ભરી ધીંગા મસ્તી ગમ્મત કરી હોય તે વારંવાર યાદ આવ્યા કરે છે જે શાળામાં ભણ્યા હોય તે બેન્ચની મિત્રોની યાદ આવ્યા કરે છે જે નદી તળાવ માં મિત્રો સાથે નાહયા હોય મસ્તી કરી હોય. તે મજા વોટરપાર્કમાં નથી આવતી મિત્રો સાથે એક જ ટિફિનમાં ભેગા મળી બધા ના ઘરનો સ્વાદ ચાખવાનો આનંદ અનેરો હોય છે  અત્યારના પીઝામાં એનો સ્વાદ નથી આવતો. વતનની નદીના પાણી ખોબે ખોબે પીધેલા હોય તે અત્યારની bisleri પાણી માં ટેસ્ટ નથી આવતો. નાની એક જ પીપરમેન્ટ ચોકલેટના ટુકડા કરી સરખે ભાગે ખાવાની મજા નો સ્વાદ અત્યારની dairy milk ચોકલેટ માં નથી આવતો ખૂબ સુરત લાગતી આ જીંદગી મા વધારે ને વધારે આગળ વધવાની લાલચમાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ખાતરી થતી જાય છે કે જે મારી જિંદગીની બેસ્ટ  પળો બેસ્ટ અનુભવો હતા એ તો બધા પાછળ રહી ગયા અને ભૂતકાળ ની મીઠી યાદો અને ખૂબસૂરત જિંદગી ભવિષ્યની આશા ઓ ની વચ્ચે જાણે કે  ખેચમતાણ ઘડીક આગળ  ધકેલાઈ જાય છે તો ઘડીક પાછળ ફેંકાઈ જાય છે માણસ ભૂતકાળને વાગોળે  છે ત્યારે તેને તેમાં કંઈક અલગ જ સ્વાદનો અનુભવ થાય છે
ઘણીવાર આપણને લાગે છે કે મને કોઈ સમજતું નથી કોઈ સાથ સહકાર આપતું જ નથી ત્યારે વ્યક્તિએ પોતાની જાત પાસેથી કામ લેવું જોઈએ કેટલું અઘરું છે? આપણી અંદર ઘણી બધી ખામિયો ખુબીઓ છે છતા આપણે તેને સ્વીકારી લઈએ છીએ ઘણીવાર તો આપણે આપણી જાતને પ્રેમ પણ કરીએ છીએ તેવી જ રીતે બીજાની ખામીયો ખુબિયો ને સ્વીકાર કરતા શીખીએ પ્રેમ કરતાં શિખીએ કોશિશ કરતા શિખીએ દરેક નવી શરૂઆત માણસને ડરાવે છે પણ યાદ રાખજો સફળતા પણ સંઘર્ષ થીજ મળે છે

અફસોસ નહીં કરવો  યાર કોઈ કામ ન થાય તો અફસોસ નહીં કરવો આપણને ખબર હતી કે આપણે ત્રણ પાંચ મહિના માટે ઘરમાં કેદ થઈ જઈશું આખી દુનિયા એક સાથે થોભી જશે કેટલું બધુ પ્લાનિંગ હતું નવી નોકરી, લગ્ન, રમતો ,પ્રમોશન કેટલું બધું.. આપણે એ કેમ ભુલી જઈએ  છીએ કે આપણી પ્લાનિંગ ઉપર પણ એક જજ બેઠા છે જેના પ્લાનિંગ થી આ દુનિયા ચાલે છે આપણે તો નાટકના કોઈ પાત્રો છીએ હું નાટકનો ડાયરેક્ટર છું હું નક્કી કરીશ કે કોણ ક્યાં જશે અને શું કરશે કદાચ તમારી મરજીનું કોઈ કામ ન થયું હોય તો એને તમારા માટે કઈ જુદું જ વિચાર્યું હશે ધીરજ બસ ધીરજ રાખો જીવન તમને જ્યાં લઈ જાય ત્યાં જાઓ જીવનથી તમને અનુભવો મળશે.

લેખિકા - દર્શના પટેલ (અમદાવાદ)

(11:49 am IST)