Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

તિલકવાડા તાલુકાના અલવા ગામે યુવાન પર પિતા- પુત્રએ લાકડીથી હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ફરિયાદી રૂપસિંહભાઇ ભીખાભાઈ ભીલ( રહે અલવા તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા )ના પુત્ર શૈલેષભાઈ પોતાની દાદી બામણી બેન સાથે ખેતર થી મોટરસાયકલ ઉપર કપાસ લઈને આવતા હતા તે વખતે મુકેશ જેન્તીભાઈ ભીલ તથા જેન્તી ગંગારામ ભાઈ ભીલ બંને રહે અલવા એ રૂપસિંહભાઇ ભીલના પુત્ર શૈલેષભાઇ ને રસ્તા માં ઉભો રાખી લાકડીથી વગર કારણે માર મારી ઇજાઓ પહોંચાડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો તિલકવાડા પોલીસે  મુકેશ જેન્તીભાઈ ભીલ તથા જેન્તી ગંગારામભાઈ ભીલ ની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(10:50 pm IST)