Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

વસોના મિત્રાલ નજીક આઇશરે બાઇકને હડફેટે લીધી: ગંભીર ઇજાના કારણે ચાલકનું મોત

વસો:તાલુકાના રામોલ-મિત્રાલ રોડ પર આવેલ મીરા ફેક્ટરીની નજીક એક આઈશરે મોટરસાઈકલ ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઘાયલ યુવકનું મોત નીપજ્યું હતું. 

આ અંગે મળતી માહિતી મુજબ આણંદ નગરપાલિકા સામે રહેતાં વિરલભાઈ ગોપાલભાઈ માલવી (ઉં.વ ૩૩) આજરોજ પોતાની મોટરસાઈકલ નં એમએચ ૩૭ એક્સ ૧૯૯૭ લઈ સવારે સાડા દશ વાગ્યાના અરસામાં રામોલ-મિત્રાલ રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન મીરા ફેક્ટરી નજીક માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ આઈશર ગાડી નં જીજે ૧૬ વી ૩૩૦૧ એ વિરલભાઈની મોટરસાઈકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિરલભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેના પગલે તેમનું મોત નીપજ્યું હતું. 

(5:48 pm IST)