Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ખેડા જિલ્લામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: જુદા-જુદા બે સ્થળોએથી 11 શકુનિઓની ધરપકડ

ખેડા: જિલ્લામાં મહુધા તેમજ ભાનેરમાં ચાલતાં જુગારધામ પર પોલીસે ત્રાટકી જુગાર રમી રહેલાં કુલ ૧૧ જુગારીઓને પકડી પાડ્યાં છે. અને તેમની પાસેથી કુલ રૂ.૧,૩૪,૪૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
આ અંગે મળતી માહિતી મુજબ મહુધા ગામમાં આવેલ ચકલીમાં કાજીની હવેલી પાસે રહેતાં મહંમદફારૂક અબ્દુલલતીફ શેખ પોતાના મકાનમાં પત્તાપાનાનો જુગાર રમાડતો હોવાની માહિતી ખેડા જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી એલસીબી પોલીસની ટીમે ઉક્ત સ્થળે ગતરાત્રિના રોજ દરોડો પાડતાં નાસભાગ મચી હતી. જેમાં જુગાર રમાડનાર મહંમદફારૂક અબ્દુલલતીફ શેખ નાસી છુટ્યો હતો. જ્યારે જીગરખાન ઉર્ફે કાકા રસુલખાન પઠાણ (બારકોશીયા રોડ, નડિયાદ), મુસ્તાકભાઈ ઉર્ફે ભુરીયો મહંમદભાઈ મલેક (નડિયાદ), પ્રમોદભાઈ ઉર્ફે પલો રામાભાઈ રાવળ (અમદાવાદી દરવાજા બહાર, નડિયાદ), મહેશભાઈ ઉર્ફે કિરણભાઈ અમરીશભાઈ મીસ્ત્રી (વીણાં, તા.નડિયાદ), જશુભાઈ છોટાભાઈ રાવળ (વીણા), નિકુલેશભાઈ કાન્તીભાઈ પારેખ (ઉત્તરસંડા) અને જગદીશભાઈ છોટાભાઈ વાઘેલા (ઉત્તરસંડા)જુગાર રમતાં રંગેહાથે ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ ઉપરના રોકડા રૂ.૮૮૦૦, અંગજડતીમાંથી રૂ.૧૬,૫૦૦, મોબાઈલ ફોન નંગ-૬ કિંમત રૂ.૩૦૦૦, એક્ટિવા કિંમત રૂ.૫૦,૦૦૦ તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.૭૮,૩૦૦ નો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કર્યો હતો. 

(5:44 pm IST)