Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કઠલાલમાં ટ્રક-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બેને ગંભીર ઇજા

કઠલાલ: શહેરમાં રહેતાં સુદિપકુમાર મહેશભાઈ ગોર અને તેમના મિત્ર અર્પણકુમાર નવીનચંદ્ર શાહ ગતરોજ એક્ટિવા નં જીજે ૦૭ સીએ ૧૩૭૫ લઈ ભાનેર નજીક આવેલ હોટલમાં જમવા ગયાં હતાં. જમી-પરવારી તેઓ બંને રાત્રિના સમયે એક્ટિવા પર સવાર થઈ કઠલાલ પરત ફરી રહ્યાં હતાં. ત્યારે કઠલાલ બસસ્ટેન્ડ નજીક બમ્પ આવતાં એક્ટિવાની ગતિ ધીમી કરી હતી. 
તે દરમિયાન માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ એક ટ્રક નં આરજે ૧૪ જીએચ ૫૨૫૬ના ચાલકે સમયસર બ્રેક ના મારતાં ટ્રક બમ્પ કુદી એક્ટિવા સાથે અથડાઈ હતી. ટ્રકની ટક્કર વાગવાથી એક્ટિવા પર સવાર સુદિપ અને અર્પણને શરીરના ભાગે ઈજાઓ થવા પામી હતી. 

(5:44 pm IST)