Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ડીસાના આખોલ ચાર રસ્તા નજીક ટ્રેલરની બ્રેક ફેઈલ થતા સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં બે યુવાનના મોત

ડીસા:ના આખોલ ચારરસ્તા નજીક નેશનલ હાઈવે પર મુન્દ્રાથી માલ ભરીને આવી રહેલ ટ્રેલરની અચાનક બ્રેક ફેલ થતાં ૧૫૦ ફૂટ જેટલું માટીથી થેલીઓ અને ડીવાઈડર તોડી ડીસા તરફથી આવી રહેલ ટ્રેલર સાથે ધડાકા ભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે લાગેલી આગમાં સળગી જતા બેના મોતત થયા હતા. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે ડીસા સિવિલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની વિગત જોઈએ તો ડીસા નેશનલ હાઈવે પર મહાકાળી મદિર પાસે બુધવારે મધ્યરાત્રીએ એક ટ્રેલર રાજસ્થાન તરફથી આવી મુન્દ્રા માલ ભરી જઈ રહ્યું હતું. તે બનાસનદીનો પુલ પાર કર્યો હતો. ત્યારે જ આખોલ ચારરસ્તા તરફથી પથ્થર ભરી આવી રહેલ ટ્રેલરની અચાનક બ્રેક ફેઈલ થતા કાબુ ગુમાવેલ ટ્રેલર ચાલકે ૧૫૦ ફૂટ જેટલે માટીની થેલીઓ અને ડીવાઈડર તોડીને ડીસા તરફથી આવી રહેલ ટ્રેલર સાથે ધડાકાભેર ટકરાઈ જતા ગમખ્વાર અકસ્માત સહર્જાયો હતો.

(5:43 pm IST)